ખેડૂત પરિવારમાં માતમ: નર્મદા કેનાલમાં પૌત્ર પાણી ભરવા જતા તણાયો, દાદા પડ્યા બચાવવા, બંનેના મોત

ડભોઇ: ડભોઇ તાલુકાના ભીમપુરા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલમાં દાદા અને પૌત્રનું ડૂબી જવાથી મોત થયું હતું જેને પગલે ભીમપુરા ગામમાં સોંપો પડી ગયો છે. ગણતરીના કલાકોમાં સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

નર્મદા કેનાલમાં પૌત્રને પગ લપસતા તણાયો
ડભોઇ તાલુકાના ભીમપુરા ગામે રહેતા ત્રિભોવન દેસાઈભાઈ પાવા (ઉ.વ. 62) દાદા અને તેમનો પૌત્ર હરેશભાઈ જયદેવભાઈ પાવા (ઉં.વ. 19) શનિવારે સવારમાં પોતાના ખેતરમાં દવા છાંટવા માટે ગયા હતા. તે દરમિયાન દવામાં ઉમેરવા માટેનું પાણી ખૂટી પડતા પૌત્ર હરેશ નજીકથી પસાર થતી કેનાલમાં પાણી ભરવા માટે ગયો હતો. તે દરમિયાન તેનો પગ લપસી પડતાં કેનલના ઊંડા પાણીમાં તણાયો હતો. તેણે બૂમાબૂમ કરતા પૌત્રને બચાવવા દાદા ત્રિભોવન ભાઈએ પણ કેનલમાં ઝંપલાવી પૌત્રને બચાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. પરંતુ તેઓ પણ કેનાલનું વેણ ફાસ્ટ અને ઊંડુ હોવાથી દાદા પણ ડૂબવા લાગ્યા હતા.

બંને જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતા નજીકના ખેતરમાં કામ કરતાં ખેડૂતોમાં માજી સરપંચ વસાવા ચિંતનભાઈ અને બીજા અન્ય સ્થાનિક તરવૈયાઓએ સત્વરે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. બીજી બાજુ આ ઘટના સંબંધિત પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓની એકથી દોઢ કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢવા માટે સફળતા મળી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સત્વરે સ્થળ સ્થિતિનું પંચનામું કરી બંનેના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. ભીમપુરા ગામમાં એક જ ઘરમાંથી દાદા-પૌત્રના એકસાથે મોત થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઇ ગઈ હતી.ના કપડાં પણ મેં ધોયા છે.

error: Content is protected !!