ખેડૂત દીકરીને એક નહીં 9-9 સરકારી નોકરી મળી, બધી જ ફગાવી દીધી.. બસ કરવું છે આ એક કામ

આજકાલ દરેક યુવાન સરકારી નોકરીનું સપનું જુએ છે. ખૂબ જ મહેનત અને સારા નસીબ પછી કેટલાક લોકોને જ સરકારી નોકરી મળે છે. પરંતુ આજે અમે તમને એક ખેડૂત પુત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધીમાં 9 સરકારી નોકરી માટે પાત્ર બની છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે છેલ્લા પાંચ વર્ષમાં સાત સરકારી નોકરીઓ છોડી દીધી છે. હવે 2021માં, તે 8મી વખત નોકરી છોડી દેશે.

દેશની આ પુત્રીનું નામ પ્રમિલા નેહરા છે. રાજસ્થાનના સીકર જિલ્લાના નાના ગામ સિહોતમાં રહેતી પ્રમિલા નેહરા એક ખેડૂત (રામકુમાર નેહરા) ની પુત્રી છે. તેની માતા મનકોરી દેવી ગૃહિણી છે. ભાઈ મહેશ નેહરા ચુરુમાં પોલીસમાં કોન્સ્ટેબલ છે, જ્યારે પતિ રાજેન્દ્ર પ્રસાદ રાણવા (રહે. ગામ બોદલાસી) દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ છે.

પ્રમિલાએ લેક્ચરર ભરતી પરીક્ષા, તલાટી, ગ્રામ સેવક, મહિલા સુપરવાઈઝર, પોલીસ કોન્સ્ટેબલ અને એલડીસીની પરીક્ષા સહિત 9 પરીક્ષાઓ પાસ કરી છે. આ બધી નોકરીઓ છોડીને તે હાલમાં નાગોર જિલ્લાની એક સરકારી શાળામાં સીનિયર શિક્ષક તરીકે કાર્યરત છે. પ્રમિલા માટે આ બધી પરીક્ષાઓ પાસ કરવી એટલી સરળ નહોતી. ખાસ કરીને લગ્ન પછી, સાસરે રહીને આવું કરવું વધુ મુશ્કેલ હતું. જોકે, પ્રમિલાના સાસુ-સસરા અને પતિએ આ કામમાં તેમનો સાથ આપ્યો હતો.

રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી લેક્ચરર ભરતીમાં પ્રમિલા પ્રથમ વર્ગ શિક્ષકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં 9મો ક્રમ લાવ્યો હતો. તેની સફળતાનું રહસ્ય શેર કરતાં તે કહે છે કે મેં આ પરીક્ષાઓને ક્લિયર કરવા સખત મહેનત કરી છે. પરીક્ષાની તૈયારી દરમિયાન તેણે ન તો સોશિયલ મીડિયા ખોલ્યું કે ન તો ટીવી જોયું. એટલું જ નહીં, આ સમય દરમિયાન તે ફક્ત કીપેડવાળા મોબાઇલનો ઉપયોગ કરતી હતી.

પ્રમિલા કહે છે કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ લગભગ એક સરખો છે. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ વિષયોને કેટલું સમજી શકો છો. પ્રમિલાના કહેવા મુજબ તમારે ક્યારેય કોઈ પણ વિષયને રટવો ન જોઈએ. રટ્ટો મારેલું તમે ભૂલી જાવ છો. પરંતુ જો તમે તે વિષયને સમજો છો, તો પછી તમે પરીક્ષામાં ફેરવીને પૂછેલાં પ્રશ્નોને સરળતાથી હલ કરી શકો છો.

પ્રમિલાની પ્રથમ સરકારી નોકરી વર્ષ 2015માં ત્રીજા ધોરણની શિક્ષિકા હતી. આ કામ તેણે થોડા સમય માટે કર્યું. આ પછી તલાટી, ગ્રામ સેવક, એલડીસી અને મહિલા સુપરવાઈઝરની પરીક્ષાઓ પાસ થઈ હતી. તેણે આ બધી નોકરી કેટલીકવાર બે મહિના તો ક્યારેક ત્રણ મહિના સુધી કરી.

આ પછી, 2020માં, તેમણે રાજ્ય જાહેર સેવા આયોગના લેક્ચરર ભરતીમાં પ્રથમ વર્ગ શિક્ષકની પરીક્ષા પાસ કર્યા પછી આ કામ કરવાનું શરૂ કર્યું. હવે તે જલ્દી આ નોકરી પણ છોડવાની છે કારણકે તેનું સાચું લક્ષ્ય તો આરએએસ અને યુપીએસસી પરીક્ષા ક્રેક કરવાનું છે.

જો રિકેપ કરીએ તો પ્રેમિલાને આજ સુધી એસએસસી જીડી, રાજસ્થાન પોલીસ, મહિલા સુપરવાઈઝર, એલડીસી, ગ્રામ સેવક, તલાટી, ત્રીજા ગ્રેડ શિક્ષક, સિનિયર શિક્ષક અને પ્રથમ ગ્રેડ શિક્ષક જેવી સરકારી નોકરી મળી છે. તો, તે રાજ્યની સીટેટ એક વાર અને આરએએસ પ્રી બે વાર પાસ કરી ચૂકી છે.

error: Content is protected !!