હડકવાને કારણે 7 ગાયોના કરુણ મોત, ગાયોને હડકવાની રસી આપ્યા બાદ પણ હડકવાથી જ મૃત્યુ પામી

સંખેડા: સંખેડા તાલુકાના સનોલી ગામે એક જ દિવસમાં બે ગાયોના મોત સાથે છેલ્લા 7 જેટલી ગાયોના મોત થયા. છેલ્લા 15 દિવસથી આ ગામમાં ગાયોના મોતનો સિલસિલો ચાલી રહ્યો છે. જેના કારણે ગ્રામજનો પણ પરેશાન બન્યા છે. પશુ ચિકિત્સકના જણાવ્યા મુજબ હડકવાના કારણે ગાયો મરી છે. પણ જે ગાયોને હડકવાની રસી અપાઇ હતી તેના પણ મૃત્યુ થયા હતા. ગાયોના મોત પાછળનું સાચુ કારણ શું? એ જાણવા પોસ્ટમોર્ટમ પણ થાય એ જરુરી બન્યું છે.

સંખેડા તાલુકાના સનોલી ગામમાં ગાયોના થતા મોતના કારણે ગામના રહિશો, પશુપાલકો પરેશાન થઇ ઉઠ્યા છે. સનોલીના સરપંચ જેંતીભાઇએ જણાવ્યું હતું કે, ‘અગાઉ પણ ગાયોના મોત થયા અને આ અઠવાડીયામાં પણ ગાયોના મોત થઇ રહ્યા છે. સનોલી ગામ અને વસાહતમાં ગાયોના મોત થયા બાદ ગતા અઠવાડીયે પશુ ચિકિત્સક અહિંયા આવ્યા હતા. અને હડકવા પ્રતિરોધક રસી પણ મુકાઇ હતી. પણ તે બાદ પણ ગાયોના મરવાનો સીલસીલો બંધ થયો નથી. ગાયો મરવા પાછળ હડકવા હોવાનું કહેવાય છે. હડકવાની રસી મુકાયા બાદ પણ ગાય મરી છે.

તા.13 ઓગસ્ટ પછી બીજી પાંચ-છ જેટલી ગાયોના મૃત્યુ થયા છે. હજી ગામમાં આવા લક્ષણ ધરાવતી બીજી ત્રણ-ચાર જેટલી ગાયો છે. જેમને અન્ય ગાયોથી દૂર બાંધવામાં આવી છે.’જોકે અત્રે ગાયોના થઇ રહેલા શંકાસ્પદ મોત બાદ વેટરનરી ડોકટર પણ અહિંયા દોડી આવ્યા હતા. અને જે ઘરે હડકવાના લક્ષણો ધરાવતી ગાયો હતી. તેમના ઘરે અન્ય ગાયોને રસી મુકવાની કામગીરી પણ કરી હતી.

જો આવી રીતે ગાયોના મૃત્યુનો સીલ્સીલો ચાલુ રહે તો ગૌવંશ આ વસાહતમાં પૂરો થઇ જાય એવી દહેશત ફેલાઇ છે. સત્વરે આ બાબતે ઉંડાણ પૂર્વકની તપાસ કરીને ગાયોના મૃત્યુ પાછળનું સાચુ કારણ શોધાય અને આ સીલસીલો અટકે એવી કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી રહી છે.

error: Content is protected !!