એવલિન શર્માએ શેર કરી દીકરીને દૂધ પીવડાવતી તસવીરો, લોકોએ કરી આવી ગંદી કમેન્ટો, જુઓ તસવીરો

અભિનેત્રી એવલિન શર્મા આ દિવસોમાં પોતાનો બધો સમય તેના પરિવાર અને ખાસ કરીને તેની નાની પુત્રી સાથે વિતાવી રહી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારી આ એક્ટ્રેસ હવે પોતાની દીકરી સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફરી એકવાર તેણે તેની પુત્રી સાથેની એક ખાસ તસવીર પોસ્ટ કરી છે.

એવલીને હાલમાં જ શેર કરેલી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જોવાઈ રહી છે અને ઘણી ચર્ચામાં છે. તાજેતરના ફોટામાં તે તેની નવજાત પુત્રી સાથે જોવા મળી રહી છે. જો કે ખાસ વાત એ છે કે આ ફોટોમાં એવલિન શર્મા પોતાની દીકરીને દૂધ પીવડાવતી જોવા મળી રહી છે.

એવલિન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તે અને તેની પુત્રી બંને આડા પડ્યા છે. જણાવી દઈએ કે તે પોતાની દીકરીને દૂધ પીવે છે. એવલિને આ સાથે એક કેપ્શન પણ આપ્યું છે. તેણે તેમાં લખ્યું છે કે, “જો તમે વિચારી રહ્યાં છો કે શા માટે હું સ્તનપાનની તસવીરો પોસ્ટ કરું છું, તો તેનું કારણ એ છે કે અત્યારે મારી આ આખી જિંદગી છે.

અભિનેત્રીએ આગળ લખ્યું કે, તે ઘણા વધારાના કલાકો અને નિંદ્રા વિનાની રાતો સાથે પૂર્ણ સમયની નોકરી છે. પરંતુ તમારો પગાર એક સુખી અને સ્વસ્થ બાળક છે જે તમે માતા તરીકે ઇચ્છો છો. જોકે હું ફક્ત સ્તનપાન કરાવતી નથી. મારી બાળકીને સમયાંતરે થોડું ટોપ અપ અને પપ્પા સંભાળે ત્યારે મમ્મીને ગરમ સ્નાનની જરૂર પડે છે!”

એવલિનની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ફોટોને 13 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આના પર લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ અભિનેત્રીને આના પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝર કોમેન્ટ કરતાં તેણે લખ્યું, “સુપ્રભાત સુંદર. તમારો ફોટો ખરેખર સરસ છે. આશા છે કે તમે સારું કરી રહ્યા છો.” એક યુઝરે લખ્યું કે, “તમે બંને ખૂબ જ ક્યૂટ છો”. જ્યારે એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, “અમારી બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે અમે તમને અને તમારા બાળકને ખરેખર કેટલો પ્રેમ કરીએ છીએ”.

જો તમે એવલિનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો, તેણીએ ઘણી વખત તેના બેબી ફીડિંગ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી ઘણીવાર આવી તસવીરો માટે યુઝર્સના નિશાના પર રહે છે, જોકે આ વખતે તેણે લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે અને જ્યારે તે ટ્રોલ થાય છે ત્યારે તે ઘણીવાર ટ્રોલર્સને જવાબ આપતી જોવા મળે છે.

તેના એક ઈન્ટરવ્યુમાં એવલિને કહ્યું હતું કે આવી તસવીરો તાકાત દર્શાવે છે. મેં તેમાં સુંદરતા જોઈ. સ્તનપાન એ સૌથી કુદરતી અને બાળકને સ્વસ્થ રાખવાની રીત છે, તેથી સ્ત્રીઓ બાળકને સ્તનપાન કરાવે છે. તો આપણે શેની શરમ રાખવી જોઈએ? સ્તનપાન એ ખૂબ જ મુશ્કેલ પદ્ધતિ છે. એટલું મુશ્કેલ કે તમે કલ્પના પણ ન કરી શકો.

જણાવી દઈએ કે એવલીને વર્ષ 2021માં તુષાર ભીંડી સાથે લગ્ન કર્યા હતા અને બંને ગયા વર્ષે પુત્રીના માતા-પિતા બન્યા હતા.

error: Content is protected !!