ફેક ફેસબૂક આઇડી બનાવી નણંદ અને ભાણેજે કરી ભાભી સાથે મજાક, એક નાનકડી મજાક લઈ ગઈ 3-3 લોકોનો જીવ

ફેસબૂક પર કરવામાં આવેલી એક મજાકને કારણે એક પરિવારના ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો. મહિલાની મિત્રતા ફેસબૂક પર એક વ્યક્તિ સાથે થઇ. થોડા સમય બાદ આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. મહિલા પરિણિત હતી અને એક બાળકની માતા પણ હતી. તે જ્યારે મહિલાએ આ વાત પોતાના પ્રેમીને જણાવી તો પ્રેમીએ તેણીને પતિ અને બાળકને છોડવાનું કહ્યું. મહિલા પ્રેમમાં એટલી હદે પાગલ થઇ ગઇ હતી કે તેણે પોતાના બાળકની હત્યા કરી દીધી. આ ચોંકાવનારી ઘટના તિરુવનંતપુરમની છે.

વાત એવી છે કે થોડા મહિના પહેલા પોલીસને એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે જ્યારે મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ હત્યા બીજા કોઇએ નહીં પરંતુ તેની જનેતા જ કરી છે. ત્યારબાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી. પુછપરછ દરમિયાન પોલીસને જ્યારે મહિલાએ આવું કરવાનું કારણ પુછ્યું તો તેણે ચોંકાવનારો ખુલાસ કર્યો. મહિલાએ પોલીસને જણાવ્યું કે ફેસબૂક પર તેની મિત્રતા એક વ્યક્તિ સાથે થઇ જેને તે પ્રેમ કરવા લાગી હતી. મહિલાએ જ્યારે તેની સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી તો પ્રેમીએ તેના પતિ અને બાળકને છોડવાનું કહ્યું.

આ મામલાની જાણકાતી આપતા પોલીસે કહ્યું કે કેરળના કોલ્લમ જિલ્લામાં આ વર્ષની જાન્યુઆરીમાં જન્મના થોડા જ કલાકો બાદ એક નવજાત બાળક પાંદડા નીચે દંટાયેલું મળી આવ્યું હતુ. નવજાતને હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યું જો કે તેને બચાવી શકાયું નહીં અને તેનું મોત થઇ ગયું. તપાસમાં જાણવા મળ્યું કે કોલ્લમના કુલ્લુવથુક્કલ ગામમાં રહેતી રેશમાં નવજાતની માતા હતી. રેશમાની જુન મહિનામાં ધરપકડ કરવામાં આવી. તપાસ દરમિયાન રેશમાએ જણાવ્યું કે ફેસબૂક પર આનંદુ નામની વ્યક્તિ સાથે તેની મિત્રતા થઇ. વ્યક્તિની સાથે રહેવા માટે રેશમાએ પોતાના જ સંતાનની હત્યા કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે રેશમા અને આનંદુની ક્યારેય મુલાકાત થઇ જ ન હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે રેશમાના લગ્ન વિષ્ણુ નામની વ્યક્તિ સાથે થયા હતા. જે વિદેશમાં રહે છે. રેશમાએ ગર્ભવતી હોવાની વાત પરિવારના કોઇ સભ્યને જણાવી જ ન હતી. એટલું જ નહીં બાળકનો જન્મ થતા જ તેની હત્યા કરી નાખી.

તો રેશમાના નિવેદન બાદ પોલીસે તેના ફેસબૂક પ્રેમીની તપાસ શરૂ કરી. આ કેસમાં પોલીસે મહિલાની નણંદ આર્યા અને ભાણેજ ગ્રીષ્માની પણ પુછપરછ કરી. ત્યારબાદ આર્યા અને ગ્રીષ્માએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગ્રીષ્માના એક પુરુષ મિત્રની પુછપરછમાં જાણવા મળ્યું કે આર્યા અને ગ્રીષ્માએ આનંદુ નામની એક ફેક ફેસબૂક આઇડી બનાવી હતી અને તે રેશમા સાથે મજાક કરતી હતી. કથિતરૂપથી આત્મહત્યા પહેલા આર્યાએ પોતાની સાસુને પણ આ મજાક અંગે જણાવ્યું હતું.

બીજી બાજુ રેશમાને પોલીસે ધરપકડ કરી લીધી છે. કોવિડ-19 પોઝિટિવ આવતા રેશમાને ક્વોરન્ટાઇન સેન્ટરમાં કસ્ટડીમાં રાખવામાં આવી હતી. તો વિદેશથી પરત ફરેલા રેશમાના પતિએ જણાવ્યું કે જો કોઇએ આ અંગે વાત કરી હોત તો આજે ત્રણ જીવને બચાવી શકાયા હોત.

error: Content is protected !!