ફિલ્મી સીનને પણ ટક્કર મારે તેવો રિયલ કિસ્સો, 82 વર્ષનાં દાદાને મળી ગયો તેની જુવાનીનો પહેલો પ્રેમ, ને પછી…

“ઈશ્ક પર જોર નહી હે…યહ તો વો આતિશ હે કે‘ ગાલિબ ’કિ લગાયે ન લગે ઓર બુઝાયે ના બને.” ગાલિબે આ શાયરી એ અધૂરી લવ સ્ટોરીઓ વિશે કહી હતી જે પુરી થઈ નથી અને તેને દિલથી કોઈ અધુરી પણ ન કહી શકે. તાજેતરમાં જ આવી એક લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં એક 82 વર્ષીય વ્યક્તિને તેની ગર્લફ્રેન્ડ 50 વર્ષ પછી ફોન કરે છે. આવી સ્થિતિમાં તે વૃદ્ધ પ્રેમી કહે છે – રામજીની કસમ જાણે એવું લાગે છેકે, હું 21 વર્ષનો થઈ ગયો છું.

કોઈએ સાચું કહ્યું છે કે લાખો પ્રયાસો કરવા છતાં વ્યક્તિ ક્યારેય પોતાનો પહેલો પ્રેમ ભૂલી શકતો નથી. હાલનાં દિવસોમાં, એક 82 વર્ષીય રાજસ્થાનના વ્યક્તિની લવ સ્ટોરી એકવાર ફરી આ વાતને સાચી કરી રહી છે, જેની પહેલી પ્રેમિકાએ 50 વર્ષ બાદ તેમને ઓસ્ટ્રેલિયાથી ફોન કર્યો છે.

આવી સ્થિતિમાં, લોકોએ કહેલી તે લાઇન સાચી થઈ ગઈ કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ દરેક ઉંમરમાં યુવાન છે. તો આજની કહાની આવા જ એક વ્યક્તિની છે જે 30 વર્ષની ઉંમરે પ્રેમમાં હતો, પરંતુ 50 વર્ષ પછી તેની પ્રેમિકાનો કોલ આવે છે. હા, આ એક 82 વર્ષના ગેટ કીપરની લવ સ્ટોરી છે. જેમણે તાજેતરમાં તેની લવ સ્ટોરી શેર કરી છે. રાજસ્થાનના થારના કુલધરાના રહેવાસી આ વ્યક્તિએ પ્રેમની ઉંડાઈ સમજાવી છે. તેઓ કહે છે, હું મારિયાને પહેલીવાર મળ્યો ત્યારે હું 30 વર્ષનો હતો. તે ઓસ્ટ્રેલિયાથી જેસલમેર આવી હતી. ડેઝર્ટ સફારી માટે. તે 5 દિવસની યાત્રા પર હતી અને મેં તેને ઉંટની સવારી કરવાનું શીખવ્યું હતુ. આ વાત 1970ની છે. આટલું જ નહીં, તે આગળ જણાવે છે કે, “તે દિવસોમાં પહેલી નજરે પ્રેમ થતો હતો.”

સાથે સાથે એવું પણ કહે છે કે તે અમારા બંને તરફથી તે પહેલી નજરનો પ્રેમ હતો. તેણે ઓસ્ટ્રેલિયા પરત ફરતા પહેલા મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. આઈ લવ યુ કહ્યુ, પરંતુ તે કશું બોલી શક્યો નહિ. પરંતુ તે તેણીની ફિલીંગ સમજી ગયો. તે ઓસ્ટ્રેલિયા ગઈ ત્યાં સુધી અમે સતત સંપર્કમાં રહ્યા હતા. થોડા દિવસો બાદ તેણે મને ઓસ્ટ્રેલિયા બોલાવ્યો. ત્યાં જવું ઓછા ખર્ચનો મામલો ન હતો. એવામાં મે મારા પરિવારને જાણ કર્યા વગર 30 હજાર રૂપિયાની લોન લઈ લીધી. અમે ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અને ત્યાં 3 મહિના રહ્યા.

ગેટ કિપર જણાવે છેકે, તે 3 મહિના અદ્દભુત હતા. તેણે મને ઈંગ્લિશ શીખવ્યુ. મે તેને ઘૂમર શીખવ્યુ. તે બાદ તેણે લગ્ન કરીને ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા માટે કહ્યુ. પરંતુ અહીંયા વસ્તુઓ ગુંચવણ ભરી થઈ ગઈ. હું ભારત છોડી શકતો ન હતો અને તે ભારતમાં રહેવા માટે તૈયાર ન હતી. ભારે મન સાથે બંને પોત-પોતાના રસ્તા પર જતા રહ્યા. ઘરે પાછા ફરીને મે પરિવારનાં દબાણમાં લગ્ન કરી લીધા અને એક ગેટકીપરની નોકરી કરવા લાગ્યો પરંતુ, મરીનાની યાદ આવતી રહેતી હતી. શું તેણીએ લગ્ન કર્યા હશે? શું હું તેને ફરીથી જોઈ શકીશ? પરંતુ મારામાં એટલું સાહસ ન હતુંકે, હું તેને કશું પણ લખી શકું.

સમય જતા તેની યાદો ઝાંખી થઈ ગઈ. દીકરો મોટો થયો છે. પત્નીનું 2 વર્ષ પહેલા નિધન થયું હતું. હવે તે 82 વર્ષનો છે. પરંતુ, હવે જિંદગીએ તેને ફરી એકવાર આશ્ચર્યચકિત કરી દીધો છે. 1 મહિના પહેલા મરિનાએ તેને એક પત્ર લખ્યો હતો. કેમ છો મારા મિત્ર?

50 વર્ષ પછી તેણે મને શોધી લીધો. ત્યારથી તે રોજ તેને કોલ કરે છે. બંને એકબીજાને મળવા ઉત્સુક છે. મરિનાએ તેને કહ્યું કે તેણે ક્યારેય લગ્ન કર્યા નથી. તે વિચારી રહી છે કે તે જલ્દીથી ભારત આવશે. તે કહે છે, રામજીની કસમ! મને લાગે છે કે હું 21 વર્ષનો થઈ ગયો છું. આવી સ્થિતિમાં, પ્રેમની આ વાર્તા 82 વર્ષની ઉંમરે પણ 21 વર્ષની થઈ ગઈ હોય તેવું લાગે છે. જણાવી દઈએ કે આ વાર્તા ‘હ્યુમન ઓફ બોમ્બે’ દ્વારા શેર કરવામાં આવી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કદાચ કોઈએ સાચું જ કહ્યુ છેકે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી.

error: Content is protected !!