રેસ્ટોરન્ટની ધમાકેદાર ઓફર, આ થાળી પૂરી ખાઈ જાવ અને જીતો ‘રોયલ એનફિલ્ડ બુલેટ’

કોરોના સમયગાળા દરમિયાન ઘણા લોકોના વ્યવસાયને નુકસાન થયું છે. ખાસ કરીને ફૂડ હોટલ ઉદ્યોગને સૌથી મોટો આંચકો લાગ્યો છે. કોરોના વાયરસના ભયને કારણે લોકોએ બહાર ખાવા-પીવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં, હોટલ અને રેસ્ટોરન્ટ ગ્રાહકોને આકર્ષવા માટે જુદી જુદી રણનીતિ અજમાવી રહ્યા છે. હવે પુણેના વડગાંવ માવલ વિસ્તારમાં આવેલી શિવરાજ હોટલ જુઓ. 5 ચમકતી રોયલ એનફિલ્ડ બુલેટ બાઇક આ હોટલની બહાર પાર્ક કરેલી રહે છે.

હોટેલમાં ભોજન લેવા આવતા ગ્રાહકો દ્વારા આ બાઇક જીતી અને ઘરે લઇ જઈ શકે છે. આ માટે, તમારે માત્ર 60 મિનિટની અંદર આ હોટલની ખાસ થાળી પૂરી ખાવી પડશે. આ એક નોન વેજ થાળી છે. શિવરાજ હોટલના માલિક અતુલ વાયકર કહે છે કે અમે અમારી રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને આકર્ષવા માટે આ સ્પર્ધા શરૂ કરી છે.

આ થાળીને ‘ધ બુલેટ થાળી’ નામ આપવામાં આવ્યું છે. આ નોન વેજ થાળીમાં 4 કિલો મટન અને તળેલી માછલી સહિત લગભગ બાર પ્રકારની વિવિધ વાનગીઓ છે. તેમાં તળેલી સુરમઈ, પોમફ્રેટ તળેલી માછલી, ચિકન તંદુરી, ડ્રાય મટન, ગ્રે મટન, ચિકન મસાલા અને કોલંબી (પ્રોન) બિરયાનીનો સમાવેશ થાય છે. આ પ્લેટ તૈયાર કરવામાં 55 લોકોની મહેનત લાગે છે.

આ સ્પર્ધા વિશે લોકોને જાણ થતાં જ તેઓ રેસ્ટોરન્ટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ઘણા લોકોએ આ થાળી સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિ સફળ થયો છે. હોટલના માલિકના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના સોલાપુરના રહેવાસી સોમનાથ પવારે એક કલાકથી પણ ઓછા સમયમાં આ બુલેટ થાળી પૂરી કરીને રોયલ એનફિલ્ડ બુલેટ ઇનામ જીત્યું હતું.

જો તમે પણ ખાવાના શોખીન છો અને લોકો તમને ભૂખ્ખડ કહે છે, તો એક વાર અહીં આવો અને આ થાળી અજમાવો.આમ તો, આ થાળી સિવાય, અન્ય વિશેષ થાળી જેમ કે ખાસ રાવણ થાળી, બુલેટ થાળી, માલવાણી માછલી થાળી, કુસ્તીબાજ મટન થાળી, બકાસુરા ચિકન થાળી અને સરકાર મટન થાળી પણ ઉપલબ્ધ છે. આ હોટલ એક દિવસમાં ઓછામાં ઓછી 65 થાળી વેચે છે.

ધ બુલેટ થાલી શરૂ થયાને થોડા દિવસ થયા છે. અત્યાર સુધી 60 લોકોએ તેનો પ્રયાસ કર્યો છે. આમાંથી માત્ર એક જ સફળ થયો છે. આ અનોખી સ્પર્ધાને કારણે, ઘણા લોકો આ હોટેલમાં આ ચેલેન્જ લેવા આવી રહ્યા છે. જો તમને પણ સ્પાર્કલિંગ બુલેટ જોઈએ છે, તો આ રેસ્ટોરન્ટમાં ચેલેન્જ લેવા માટે ભૂખ્યા પેટ આવો.

error: Content is protected !!