અમદાવાદમાં ઉદ્યોગપતિની એકની એક દીકરી ડ્રગ્સના રવાડે ચડી, ડ્રગ્સની પડીકી માટે રાતભર યુવકો ચૂંથતા રહ્યા

“એ દિવસને યાદ કરું છું ને મારા શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે. મારી નિશા (નામ બદલ્યું છે) સવારે મોડી ઉઠી ને તેના બાથરુમમાં ધોવાના કપડા લેવા હું ગઈ. પણ તેના અંડર વિયરમાં મેં લોહીના ડાઘા જોયા. મને લાગ્યું હશે કાંઈ લેડીઝ પ્રોબ્લેમ.. પણ તેના રૂમમાંથી ગોળીનું પેકેટ મળ્યું. પણ એ ગોળી તો ગર્ભપાત માટેની હતી. આ દૃશ્ય જોતા જ મને પરસેવો છૂટી ગયો. નિશાને અમે દવાખાને લઈ ગયા તો ખબર પડી કે હજી કાલે જ તેણે ગર્ભપાત કરાવ્યો છે.

આ જાણીને તો અમારો પરિવાર પણ હચમચી ઉઠ્યો. નિશા ડ્રગ્સની એડિક્ટ થઈ ગઈ, કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો, ગર્ભવતી થઈ ને ગર્ભપાત કરાવવા સુધીની નોબત આવી ગઈ..” આ શબ્દો છે નિશાની માતાના જેઓ અમદાવાદના એક માલેતુજાર પરિવારમાંથી આવે છે.

કેવી રીતે નિશા ખોટી સંગત ને વ્યસનની લતે ચઢી?
નિશા ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી અને પાછી એકની એક. પિતાના કરોડોના બિઝનેસ અને મિલકતની એક માત્ર વારસદાર નિશા હતી. પિતાની કરોડોની આવક અને લાડના કારણે નિશા પણ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતી. મોડી રાત સુધી મિત્રો સાથે ફરતી હતી, જેમાંના મોટાભાગના યુવકો હતા. એકદિવસ નિશાના પર્સમાંથી સિગારેટના પેકેટ મળવા લાગ્યા. નિશાની માતા પણ તેનાથી ચિંતામાં પડી ગઈ અને નિશાના પિતાને આ વાતની જાણ કરી. પિતા આ વાત નજર અંદાજ કરી અને નિશાને તેની રીતે જિંદગી જીવવા માટે રોક ટોક કરવાનું બંધ કર્યું.

સિગારેટથી શરુઆત, ડ્રગ્સની પડીકી સુધી વ્યસન પહોંચ્યું
માલેતુજાર પરિવારની નિશાને સિગારેટ પીવાની સાથે સાથે ડ્રગ્સની લત લાગી. ત્યારબાદ એની સાથે ફરતા યુવકો અનેકવાર શારીરિક સંબંધ બાંધતા હતા. નિશા પાસેથી મળેલી ગર્ભપાતની ગોળીઓ અને પછી ગર્ભપાત કરાવ્યાનું જણાયું. હવે શું કરવું પરિવારને ખબર ન હતી. એટલામાં પરિવારને વધુ આઘાત લાગ્યો.આ વખતે નિશાનો અર્ધ નગ્ન વીડિયો સામે આવ્યો જેમાં ત્રણ ચાર યુવકો તેને ચૂંથતા હતા. આ જોઈને મા-બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે શું કરવું તેની કંઈ સુઝ પડતી ન હતી.

ખચકાટ સાથે પોલીસનો સંપર્ક કર્યો, પોલીસે નિશાને છોડાવી
બીજી તરફ નિશાના પિતાએ પોતાના અંગત મિત્રને નિશા વિશે જાણ કરી. આ મિત્ર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક PIને જાણતા હતા તેમની પાસે લઈ ગયા. PI પણ આ બધું જોઈ-જાણીને સમસમી ઉઠ્યા અને આ યુવાનોને બોલાવ્યા હતાં. આ મયે યુવાનો પણ મોટા પરિવારના હતા અને તેમને બચાવવા પરિવારના સભ્યો આવી ગયા હતા.

તેઓ બહાર હતા અને યુવકોને પોલીસ સ્ટાઇલમાં સબક શીખવડ્યો હતો. બહુ બુમાબુમ થતા PIએ યુવકોને બચાવવા આવેલા લોકોને બોલાવ્યા અને આ વીડિયો બતાવ્યા. આનાથી યુવકને બચાવવા આવેલ લોકો શરમથી નીચે માથું નાખી જતા રહ્યા હતા. નિશાને અન્ય રાજ્યના રિહેબ સેન્ટરમાં મોકલવમાં આવી છે. જ્યાં તેણીની ટ્રીટમેન્ટ થઈ રહી છે.

ચોતરફથી ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈ રહ્યું છે અમદાવાદ
અમદાવાદનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહ્યું છે અને આવા કિસ્સા રોજબરોજ વધી રહ્યા છે. થોડાક મહિના પહેલા એક ખૂબ જ મોટા ગજાના બિલ્ડરના પુત્રે ડ્રગ્સનો ઓવરડોઝ લેતાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. ગંભીર હાલતમાં તેણે છાનીમીની એક ફાઇવસ્ટાર હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી ઉદ્યોગપતિની દીકરી સાથે જે બન્યું તે સાંભળીને ભલભલાની આંખોમાંથી આંસુ નિકળી જાય. અત્યંત મોટા ગજાના આ ઉદ્યોગપતિની દીકરીને ધનવાન પરિવારના નબીરાઓએ જ ડ્રગ્સના રવાડે ચઢાવી. એટલું જ નહીં, ડ્રગ્સની એક પડીકી માટે નિશાને તેઓ એક જ રાતમાં અનેક યુવાનો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતા. આ સિલસિલો રોજનો થઈ જતા નિશા ત્રણ વખત ગર્ભવતી પણ બની અને ગર્ભપાત કરાવવો પડ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

error: Content is protected !!