ગુજરાતની આ ડૉક્ટર યુવતી તેના જ વીર્યથી બનશે માતા, વાંચીને ચોંકી ના જતા, પણ આ હકીકત છે

અમદાવાદઃ ડૉ. જેસનૂન દાયરા ગુજરાતની પહેલી ટ્રાન્સવુમન ડૉક્ટર છે. તેનો જન્મ એક પુરુષ તરીકે જ થયો હતો, પરંતુ તેને એવું લાગતું હતું કે તેની અંદર એક મહિલાનો જીવ છે. તેને મહિલાઓની જેમ વિચારવું તથા તેમના જેવા કપડાં પહેરવા ગમતા હતા. શરૂઆતમાં તેણે આ વાત પરિવારથી છુપાવીને રાખી હતી. જોકે, જ્યારે તે રશિયામાં એમબીબીએસનું ભણવા ગઈ ત્યારે તે દરમિયાનમાં તેનામાં હિંમત આવી. તેણે મહિલા બનાવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

જેસનૂર દાયરાને નાનપણથી જ ખ્યાલ આવી ગયો હતો કે તેના શરીરમાં મહિલા છે. હવે તે પોતાનું જેન્ડર બદલવા માગે છે. તેના આ નિર્ણયમાં હવે પરિવાર તથા સંબંધીઓનો પણ સાથ મળ્યો છે. હવે તે પોતાની અલગ ઓળખથી લાઈફ જીવવા માગે છે. દરેક મહિલાની જેમ જ ડૉ. જેસનૂર દાયરા પણ માતૃત્વનો આનંદ મેળવવા માગે છે. તેણે આ માટે પૂરું પ્લાનિંગ કર્યું છે. સેક્સ ચેન્જ કરાવતા પહેલાં તે પોતાના સીમન ફ્રીઝ કરાવશે. ડૉ. જેસનૂર સરોગસીની મદદથી માતા બનશે. તે પોતાના સ્પર્મ ડોનર એગની સાથે મેળવીને સરોગેટ માતાના ગર્ભમાં પ્લાન્ટ કરશે.

ડૉ. જેસનૂર દાયરાના કેસમાં સૌથી રસપ્રદ વાત એ છે કે તેના સ્પર્મનો ઉપયોગ થશે. સેક્સ ચેન્જ બાદ તે બાળકની માતા પણ હશે અને પિતા પણ. જોકે, આ માટે તેણે જટિલ કાયદાકિય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભારતમાં સરોગસી ખરડો 2019 હેઠળ અપરિણીત પુરુષ. એલજીબીટી કપલ અથવા લિવઈનમાં રહેતા લોકો સરોગસીની મદદથી પેરેન્ટ્સ બની શકે નહીં. જેસનૂર દુનિયાના બીજા દેશમાં પણ જઈ શકે છે. જો તેને ભારતમાં સરોગસીનું ઓપ્શન નહીં મળે તો તે વિદેશમાં જઈ શકે છે.

પેરેન્ટ બનવાનો વિચાર તેને કેવી રીતે આવ્યો એવું પૂછવા પર જસનૂરે જણાવ્યું હતું કે તે દેવી કાલીને માને છે અને તેનું કહેવું છે કે જ્યારે દેવી કાલી આખા દુનિયાની માં હોય શકે તો તે એક બાળકની માં કેવી રીતે ન બની શકે. જસનૂરનું સપનું છે કે તે એક બાળકનું પાલન-પોષણ કરે. તેણે જણાવ્યું હતું કે તેણે બાળકને જન્મ આપવા સંબંધિત અનેક પુસ્તકો અને આર્ટીકલ વાંચ્યા છે. પોતે પણ ડૉક્ટર છે, એટલે જાતે પણ રિસર્ચ કર્યું છે. અન્ય ઘણા ડૉક્ટર સાથે પણ વાત કરી ચૂકી છે.

શું મેડિકલી આવું પોસિબલ છે?
જસનૂરના કિસ્સા અંગે મીડિયાએ ગુજરાતના પ્રખ્યાત સેરોગેસી એન્ડ ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. નયના પટેલ સાથ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેની અંદર બધા ઓર્ગન્સ પુરુષના છે. અત્યારે તેને બાળક જોઈએ છે. તેની પાસે ફક્ત સ્પર્મ છે. એગ્સ તો તેના ક્યારેય બનશે નહીં. તેની પાસે બચ્ચેદાની પણ નથી.

ડૉ. નયના પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેને જો જેનેટિક બાળક જોઈએ તો સ્પર્મથી જ મળશે. બાળક માટે IVF માટે અમારે સ્પર્મની સાથે એગ્સની પણ જરૂર પડે છે. અત્યારે તેનું સ્પર્મ ફ્રીઝ કરાવી દીધું છે. ત્યાર બાદ પહેલા સ્ટેજમાં તેના શરીરમાંથી ટેસ્ટીઝ કાઢી લઈશું તો કદાચ તેના મેલ હોર્મોન્સ ઓછા થઈ જશે અને ઓટોમેટિક ફીમેલ હોર્મોન્સ વધી જશે. પછી પ્લાસ્ટિક સર્જરી કરાવીને જે એક્સટર્નલ જનાઈટલ એરિયા જે પુરુષનો છે, તેને સ્ત્રીનો કરી દઈશું. પણ તેની અંદર ઓવરીઝ યૂટરસ ક્યારેય નહીં બને. એટલા માટે બાળક માટે તેને કોઈ અન્ય મહિલા પાસેથી એગ્સ ડોનેશન લેવું પડશે. અને યૂટરસ પણ તેને કોઈ સેરોગેટનું લેવું પડશે. પોતાના સ્પર્મ અને ડોનેટ થયેલા એગ્સથી જે ગર્ભ બનશે તે સરોગેટ માતાની અંદર રાખવામાં આવશે. જો બાળક ડિલિવર થશે તો તે તે બાળકનો બાયોલિજિકલી પિતા ગણાશે.

error: Content is protected !!