લગ્નના એક મહિના બાદ જ દિયા મિર્ઝાએ પુરુષોના પ્રાઇવેટ પાર્ટને લઇને કહી દીધી આ વાત

દિયા મિર્ઝાએ થોડા મહિના પહેલા જ બિઝનેસમેન વૈભવ સાથે લગ્ન કર્યા છે. લગ્નના અંદાજે મહિના બાદ દિયા મિર્ઝા હાલ હનિમૂન મનાવવા માટે માલદીવ પહોંચી છે. આ દરમિયાન દિયા મિર્ઝાએ એક એવું ટ્વીટ કર્યું જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. દિયાએ પોતાના ટ્વીટમાં પુરુષોના પ્રાઇવેટ પાર્ટને લઇને કોમેન્ટ કરી છે. દિયા મિર્ઝાએ એક રિપોર્ટને ટ્વીટ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સાયન્ટિસ્ટના નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પ્રદુષણને કારણે પુરુષોનું પ્રાઇવેટ પાર્ટ સંકોચાઇ રહ્યું છે અને શુક્રાણુમાં કમી આવી રહી છે.

આ રિપોર્ટને ટ્વીટ કરી દિયા મિર્ઝાએ લખ્યું કે હવે લગભગ દુનિયા ક્લાઇમેટ ક્રાઇસિસ અને વાયુ પ્રદુષણને થોડું વધુ ગંભીરતાથી લેશે ? આ ટ્વીટના એક દિવસ પહેલા જ દિયા મિર્ઝાએ માલદીવથી પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં દિયા ગ્રીન બિકિની અને પ્રિન્ટેડ શ્રૂગમાં નજર આવી રહ્યાં છે.

ઉલ્લેખીય છે કે દિયા મિર્ઝાના આ ટ્વીટ બાદ લોકો સોશિયલ મીડિયા પર ખુબ જ કોમેન્ટ આવી રહી છે. એક શખ્સે લખ્યું કે મહિલાઓને હવે ક્લાઇમેટ ચેન્જ માટે કાઇક તો કરવું જોઇએ. તો અન્ય એ શખ્સે લખ્યું કે હું આ રિપોર્ટ અંગે નથી જાણતો, પરંતુ તમારી ચિંતા યોગ્ય છે.

મિસ એશિયા પેસિફિક રહી ચૂકેલી દિયા મિર્ઝાએ ગત મહિને 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં બંને ફેમિલીના સભ્યો સિવાય કેટલાક નજીકના જ લોકો સામેલ થયા હતા.

દિયા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. દિયા મિર્ઝાના પ્રથમ લગ્ન ઓક્ટોબર 2014માં પ્રોડ્યુસર સાહિલ સંઘા સાથે થયા હતા. જો કે લગ્નના અંદાજે 5 વર્ષ બાદ જ ઓગસ્ટ 2019માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.

દિયા મિર્ઝાએ પોતાના પતિ સાહિલ સંઘા સાથે પોતાના સંબંધો ખતમ કરતાં લખ્યું હતું કે માતા-પિતા 31 વર્ષ પહેલા જ અલગ થઇ ગયા હતા. એવામાં જ્યારે મારા લગ્ન ટૂટવાનો વખત આવ્યો તો મેં મારી જાતને કહ્યું કે જ્યારે સાડા ચાર વર્ષની ઉંમરમાં પોતાના પેરેન્ટ્સને અલગ થવાનું દુઃખ હું અનુભવી ચૂકી છું તો 37 વર્ષની ઉંમરમાં થયેલા છૂટાછેડાથી કેમ નહીં ઉભરી શકું ?

દિયા મિર્ઝાએ કહ્યું હતું કે મહિલા અને પુરુષ અવાર નવાર આવા નિર્ણયો લેતા બચતા હોય કારણ કે તેઓ ડરતા હોય છે. તમારી અંદર આ હિમ્મત હોવી જોઇએ કે એ સમય પણ પસાર થઇ જાય. ઉલ્લેખનીય છે કે તલાક બાદ દિયાએ પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે જીવનમાં ક્યારેક ક્યારેક વાવાઝોડું થંભી જવાની રાહ ન જોવી, વરસાદમાં મન મૂકી નાચવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે દિયા અને સાહિલ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. અંદાજે 11 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ ઓગસ્ટ 2019માં અલગ થઇ ગયા હતા. દિયા અને સાહિલની પ્રથમ મુલાકાત 2009માં થઇ હતી. આમ તો દિયા અને સાહિલની લવ સ્ટોરી ખુબ જ ઇન્ટરેસ્ટિંગ છે.

દિયા અને સાહિલ પ્રથમવાર ત્યારે મળ્યા જ્યારે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લઇ સાહિલ, દિયા મિર્ઝાના ઘરે ગયા હતા. આ મુલાકાત બાદ બંને વચ્ચે મુલાકાતનો દોર વધતો ગયો. લાંબા સમય સુધી ડેટિંગ બાદ બંનેએ 18 ઓક્ટોબર, 2014માં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

સાહિલ અને દિયાની શરૂઆતની મુલાકાતના બાદના દિવસોમાં બંનેએ સાથે મળી પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી લીધી હતી. જે બેનર અંતર્ગત લવ બ્રેકઅપ જિંદગી બનાવી, જે સાહિલે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં દિયા જ લીડ રોલમાં હતી. ત્યારબાદ વિદ્યા બાલનને લઇને બોબી જાસુસ ફિલ્મ પણ બનાવી હતી.

મિસ એશિયા પેસિફિક (2000) નો ખિતાબ જીત્યા બાદ દિયાએ 2001માં આવેલી ફિલ્મ રહેના હે તેરે દિલ મેં થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેઓએ દિવાનાપન (2001), તુમકો ના ભુલ પાયેંગે (2002), દમ (2003), તુમસા નહીં દેખા (2004), બ્લેક મેઇલ (2004), હમ તુમ ઔર ઘોસ્ટ (2010), અને સંજુ (2018) સહિત અનેક ફિલ્મમાં કામ કર્યું છે.

છેલ્લે દિયા મિર્ઝા તાપસી પન્નુના લીડ રોલ વાળી ફિલ્મ થપ્પડમાં નજર આવી હતી. આ સિવાય દિયા મિર્ઝાએ બેબસ સીરિઝ કાફિર અને મોગુલમાં પણ કામ કર્યું છે. તેઓએ એક પ્રોડ્યુસર તરીકે વેબ સીરિઝ માઇન્ડ ધ મલ્હોત્રા પણ બનાવી છે. દિયા મિર્ઝા ટીવી શો ગંગા- ધ સોલ ઓફ ઇન્ડિયામાં પણ નજર આવી ચૂકી છે. આ પહેલા તેઓએ સંજય દત્તની બાયોપિક સંજુમાં માન્યતા દત્તનો રોલ કર્યો હતો.

error: Content is protected !!