‘તારક મહેતા’માં દયાભાભી ફરી એન્ટ્રી માટે તૈયાર, પતિએ મૂકી એવી શરતો કે જાણીને લાગશે જારદાર આંચકો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે છે ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી. તારક મહેતામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. તે મેટરનિટી લિવ પર ગઈ હતી પરંતુ ક્યારેય પાછી આવી નથી. તે માત્ર શોના પોસ્ટરમાં જોવા મળી રહી છે.

એવું તે શું થયું કે આટલી ફેન ફોલોઈંગ હોવા છતા પછી પણ તેનું શોમાં પરત ફરવાનું નક્કી નથી થઈ રહ્યું. હવે તેનું કારણ સામે આવ્યું છે કે દિશાએ અને પતિએ મેકર્સ સામે કેટલીક શરતો મૂકી હતી, જે સ્વીકારવામાં આવી ન હતી. જાણો તે હતી આ શરતો…

તારક મહેતામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે તેણી મેટરનિટી લિવ પર ગઈ હતી. નિર્માતાઓએ વિચાર્યું હતું કે તે 6 મહિનામાં પાછી આવશે.

પરંતુ આવું ન થઈ શક્યું. જ્યારે દર્શકોને ખબર પડી કે દિશા અને મેકર્સ વચ્ચે વાપસી વિશે કોઈ વાત થઈ નથી આ વાત સાંભળીને નિરાશ થઈ ગયા હતા. દિશા વાકાણીના પતિ મયુરે પણ સત્તાવાર નિવેદન આપ્યું હતું કે તે શોમાં ક્યારેય પરત નહીં આવે.

KOIMOI.COMના અહેવાલો અનુસાર દિશા વાકાણીએ તેની ફી વધારવાની માંગ કરી હતી. અભિનેત્રીએ એપિસોડ દીઠ 1.5 લાખ માંગ્યા હતા. અહેવાલો મુજબ દિશા વાકાણી વતી તેનો પતિ મયુર વાતચીત કરી રહ્યો હતો. તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમને પણ કહ્યું કે તેની પત્ની દિવસમાં માત્ર 3 કલાક જ કામ કરશે.

આટલું જ નહીં દિશાના પતિએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર તેમના નવજાત શિશુ માટે પ્રાઈવેટ નર્સરી પણ માંગી હતી. અને કહ્યું કે તેમના બાળક માટે એક અંગત આયા રાખવી જોઈએ જે આખો સમય બાળક સાથે રહે. નિર્માતાઓએ આ માંગણીઓ સ્વીકારી ન હતી અને ટપુની માતા શોમાં પાછી આવી ન હતી.

error: Content is protected !!