સિંગર કિંજલ દવે મંગેતર પવન જોષી સાથે જેઠાલાલના ઘરની મહેમાન બની, ઉત્સાહમાં ઉછળી પડી કિંજલ દવે

ઘરે ઘરે જાણીતા બનેલી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આવતી દરેક વસ્તુએ દર્શકોના મગજમાં અમીટ છાપ છોડી છે. તે પછી ગોકુલધામ સોસાયટી હોય કે ગડા ઈલેક્ટ્રોનિક્સ. એવી જ રીતે જેઠાલાલના ઘરની દેશી સઝાવટ પણ ગુજરાતી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તેમાં પણ ઘરમાં રહેલો હિંચકો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરમિયાન ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે મંગેતર પવન જોષી સાથે મુંબઈ ગઈ હતી. અહીંયા બંને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પણ ગયા હતા.

પવન જોષીએ સો.મીડિયામાં દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અંતે, મારા સૌથી ફેવરિટ એક્ટર તથા કોમેડીના કિંગ દિલીપ જોષી સર સાથે મિટિંગ થઈ.’ કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળ્યો હતો. ત્રણેય સિરિયલમાં ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા હતા અને હિંચકા પર બેસીને ફોટો પડાવ્યો હતો.

કિંજલ-પવન તથા આકાશ બોલિવૂડ તથા ટીવી એક્ટર વિશાલ જેઠવાને પણ મળ્યા હતા. વિશાલે 2013માં ટીવી સિરિયલ ‘ભારત કે વીરપુત્ર’માં અકબરનો રોલ કર્યો હતો. વર્ષ 1994મા જન્મેલ 25 વર્ષીય વિશાલ જેઠવાનો પરિવાર મૂળ ગુજરાતના ઉનાના અંબાડા ગામનો છે.

વિશાલનું મોસાળ દીવમાં છે, જ્યારે વિશાલના માસા-માસી કોડીનારમાં રહે છે. વિશાલ ‘મર્દાની 2’માં વિલનના રોલમાં જોવા મળ્યો હતો. હાલમાં જ વિશાલ વેબ સિરીઝ ‘હ્યુમન’માં શૈફાલી શાહ સાથે જોવા મળ્યો હતો. વિશાલના પિતાનું 2008માં અવસાન થયું હતું.

એપ્રિલ, 2018માં સગાઈ કરી હતી
પવન જોષી તથા કિંજલ દવેએ એપ્રિલ, 2018માં સગાઈ કરી હતી. તેમની સગાઈને 3 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે.

કિંજલ દવેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે છેલ્લે ‘જીવી લે’ સોંગ ગાયું હતું. નોંધનીય છે કે 2018માં કિંજલે ‘દાદા હો દીકરી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2019માં તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.

error: Content is protected !!