‘જેઠાલાલ’ લાડલી દીકરીના રિસેપ્શનમા આવો હતો રજવાડી ઠાઠમાઠ, જુઓ મહેંદી-હલ્દીથી લઈ સંગીત સેરેમની તસવીરો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘જેઠાલાલ’ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં યોજાયા હતા. ગઈ કાલે એટલે કે 11 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ લેન્ડ હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં ‘તારક મહેતા..’ના કલાકારો-ક્રૂ ઉપરાંત ટીવી તથા થિયેટર ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. દિલીપ જોષીએ રિસેપ્શન કાર્ડમાં જ સ્પષ્ટપણે લખ્યું હતું કે મહેમાનો ગિફ્ટ્સ લઈને ના આવે. તેઓ માત્ર તેમના આશીર્વાદ જ દીકરી ને જમાઈને આપે.

કોણ કોણ આવ્યું?
નિયતિ જોષી તથા યશોવર્ધનના વેડિંગ રિસેપ્શનમાં ‘તારક મહેતા..’ના કલાકારો જેમાં, સુનૈના ફોજદાર (અંજલિભાભી), પલક સિધવાણી (સોનુ), સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી), પ્રિયા આહુજા (રિટા રિપોર્ટર), માલવ રાજડા (સિરિયલના ડિરેક્ટર),

અમિત ભટ્ટ (બાપુજી), મુનમુન દત્તા (બબીતા) હિમાની શિવપુરી, સરિતા જોષી, કિકુ શારદા, તનાઝ ઈરાની, શૈફાલી શાહ સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. જોકે, રિસેપ્શનમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી આવી નહોતી. તસવીરોમાં જુઓ નિયતિ-યશોવર્ધનનું વેડિંગ રિસેપ્શન….

લગ્નનો વીડિયો વાઇરલ
નિયતિ જોષી તથા યશોવર્ધન મિશ્રાના લગ્ન નાશિકની ધ ગેટ વે હોટલ અંબાડમાં યોજાયા હતા. લગ્નનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. નિયતિએ લગ્નમાં પાનેતર પહેર્યું હતું.

પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં દિલીપ જોષી દીકરી ને પત્ની સાથે ગરબા રમ્યા નિયતિ તથા યશોવર્ધનના પ્રી વેડિંગ ફંક્શન પણ આ જ હોટલમાં યોજવામાં આવ્યા હતા. મહેંદી, સંગીત તથા હલ્દી સેરેમનીમાં નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં આવ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા.

સંગીત સેરેમનીમાં નિયતિ પપ્પા સાથે ગરબા રમી
સંગીત નાઇટમાં નિયતિ જોષીએ પપ્પા દિલીપ જોષી સાથે ગરબા ને રાસ રમ્યાં હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા.

કોણ છે જેઠાલાલના જમાઈ?
યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં.

વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ફિલ્મ-ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

error: Content is protected !!