‘પાપા-મમ્મી મારા આપઘાતનું કારણ મારા સ્કૂલ ટીચર છે, તે હંમેશા મને…’ લખીને વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

કપૂર કોલોનીમાં રહેતી વિદ્યાર્થીનીએ બુધવારે તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કેએમવી સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોતનું કારણ ત્યારે બહાર આવ્યું જ્યારે પરિવારના સભ્યોને તેના રૂમમાંથી એક પત્ર મળ્યો હતો, જેમાં લખ્યું છે કે તેની સ્કૂલનો 32 વર્ષનો ગણિતનો શિક્ષક નરેશ કપૂર તેને હેરાન કરતો હતો. ત્યાં એસએચઓ જીવનસિંહે ચિઠ્ઠી એક્સપર્ટને મોકલી આપી છે જેથી હેન્ડરાઈટિંગ એ જ વિદ્યાર્થીની છે કે નહીં તે જાણી શકાય. પરંતુ તેમ છતા શિક્ષક ઉપર કેસ નોંધવામાં આવ્યો છે. તેની ઉપર આત્મહત્યા કરવા દબાણ કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે. આ શિક્ષક જે શાળામાં ભણાવતો હતો તે શાળામાંથી પણ તેને કાઢી મૂકવામાં આવ્યો છે.( પ્રતિકાત્મક તસવીર)

ગણિતનાં શિક્ષકથી પરેશાન હતી વિદ્યાર્થીનીઃ પિતા રાજેશ મહેતાએ કહ્યું, તેમને જે ચિઠ્ઠી મળી હતી તેના ઉપર લખ્યુ હતુ, તેને મજબૂર કરવામાં આવી હતી નહિતો તે ક્યારેય પણ પોતાનો જીવ આપતી નહિ. તેના શિક્ષક નરેશસિંહ હંમેશા તેનાથી ગુસ્સે રહેતા હતા. બીજું કોઈ ભૂલો કરતુ અને ગુસ્સો મારા ઉપર કરતા હતા. તેણે એમ પણ લખ્યું છે કે જો તમને ખાતરી ન હોય તો વર્ગના અન્ય વિદ્યાર્થીઓને પૂછો. હું ક્યારેય કોઈ ભૂલ કરતી નહતી, છતાં હંમેશાં મારી ઉપર ગુસ્સે થતો અને ફક્ત હું જ નહિ ક્લાસનાં દરેક વિદ્યાર્થી ઉપર ગુસ્સો કરતો હતો.

જ્યારે પોલીસ અધિકારીએ તેના પિતા રાજેશ મહેતા સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે સુસાઇડ નોટમાં તારીખ 5 જાન્યુઆરી હતી અને આપઘાતની રાતે બધું જ સામાન્ય હતું. પુત્રી રાત્રિભોજન કર્યા બાદ રાત્રે 11 વાગ્યે તેના રૂમમાં ગઈ હતી, ત્યારબાદ જ્યારે તેણી સવારે બહાર ન આવી હતી, ત્યારે તેના પિતા રૂમમાં ગયા હતા, ત્યારે તેમણે પુત્રીને લટકેલી જોઈ હતી. આરોપીએ કહ્યું કે તેણે ક્યારેય કોઈ ઉપર દબાણ નથી કર્યુ અને કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી, પરંતુ સુસાઇડ નોટમાં જે રીતે લખ્યું છે તેનાથી સાબિત થાય છે કે શિક્ષકને કારણે જ તેણે પોતાનો જીવ આપ્યો હતો.( પ્રતિકાત્મક તસવીર)

પોતાની માતાને ઘણીવાર કહી ચૂકી હતી આ વાતઃ તેની માતાનું કહેવું છે કે કેટલાક દિવસોથી તેની દીકરીનું ભણવામાં મન લાગતુ નહોતું અને વર્ગમાં તેનું પર્ફોર્મન્સ પણ સારું રહ્યું નહોતું. તે હંમેશાં તેની માતાને કહેતી મારે શાળાએ જવું નથી, મારે ભણવું નથી, પરંતુ તેની માતાએ ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો નહીં કે મામલો શું છે.( પ્રતિકાત્મક તસવીર)

જ્યારે તેના ક્લાસના મિત્રોને પૂછવામાં આવ્યું, ત્યારે બધાએ એક જ વાત કહી હતી જે રાજેશ મહેતાની પુત્રીએ સ્યુસાઇડ નોટમાં લખી હતી. શિક્ષકે ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ તે સાબિત થઈ ગયુ છે કે રાજેશ મહેતાની પુત્રીએ આખરે તેના શિક્ષકને કારણે આત્મહત્યા કરી છે.

error: Content is protected !!