રામાયણની સીતાનું છલકાયુ દર્દ, કહ્યું-રામાયણની ફી જણાવતા આવે છે શરમ, હવે મોદી સરકાર…

લોકડાઉનને કારણે, લોકોના મનોરંજન માટે 33 વર્ષ પછી ફરી રામાયણનું ટેલિકાસ્ટ શરૂ કરાયુ હતુ. આ સિરિયલ ટીવી પર આવતા જ ધમાલ મચી ગઈ અને ટીઆરપીમાં ઘણા મોટા ટીવી શોને હરાવ્યા. જૂના લોકોની સાથે નવા જમાનાના લોકો પણ આ સિરિયલના ફેન બની ગયા છે. રામાયણ ફરી એકવાર પ્રસારિત થવાને કારણે, લોકો તેના પાત્રો વિશે જાણવામાં ખૂબ જ રસ ધરાવતા થયા છે. આજના સમયમાં, રામાયણના ઘણા કલાકારો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયા છે અને દરરોજ ફોટા અને પોસ્ટ્સ શેર કરે છે. તાજેતરમાં જ રામાયણમાં સીતા બનેલી દીપિકા ચીખલીયાએ આ શો વિશે પોતાની પીડા વ્યક્ત કરી છે.

રામાયણની સીતાની પીડા છલકાઈઃ સીરિયલ રામાયણમાં સીતા માતા તરીકે ઘરે ઘરે જાણીતી દીપિકા ચીખલીયા દર્શકોના પ્રેમથી ઉત્સાહિત છે. તાજેતરમાં એક છાપામાં તેમણે આ શો સાથે જોડાયેલી ઘણી વાતો કહી હતી. હકીકતમાં, થોડા સમય પહેલા પૂર્વ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રામાયણના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરને આભાર પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેમણે લખ્યું છે કે રામાયણ નવી પેઢી માટે વરદાન સાબિત થયું છે. જણાવી દઈએ કે ફરી એકવાર રામાયણના પ્રસારણ બાદ નવી પેઢીના બાળકોએ પણ આ સિરિયલ જોવાનું શરૂ કરી દીધું છે. આ વાતને ધ્યાનમાં રાખીને દીપિકાએ પોતાની વાત કહી.

દીપિકાએ કહ્યું કે દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો, પરંતુ તે સમયે સરકાર દ્વારા ઘણી ઉદાસીનતા બતાવવામાં આવી હતી. અમને આ શો માટે ક્યારેય રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો નથી કે ન તો કોઈ પદ્મ પુરસ્કાર. દીપિકાએ વધુમાં જણાવ્યું હતું કે જે સમયે અમે રામાયણનું શૂટિંગ કરતા હતા, તે સમયે અમને જે ફી મળતી હતી તે ફી એ સમયે પણ જણાવવામાં શરમ આવતી હતી અને આજે પણ મને જણાવવામાં શરમ આવે છે. દીપિકાએ કહ્યું કે રામાયણને ફરી એક વખત દર્શકોનો પ્રેમ મળ્યો કારણ કે સિરિયલ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ તે સમયગાળા દરમિયાન ખૂબ જ મહેનત કરી હતી.

દીપિકાની મોદી સરકારને અપીલઃ દીપિકાએ કહ્યું કે અમે બધા કલાકારોએ ક્યારેય પૈસા માટે એવું કોઈ કામ કર્યું નથી જે દર્શકોને ભાવનાત્મક રીતે દુખ પહોંચાડે. તેમણે આગળ કહ્યું કે અમે પુરસ્કાર નથી માગી રહ્યા, પરંતુ એ હકીકતની નોંધ લેવા માગીએ છીએ કે હવે જે રીતે મોદી સરકારે રામાયણ સિરિયલને ફરી એક વખત દુનિયા સામે લાવવાનું કામ કર્યું છે. વધુમાં, જો મોદીજીને લાગે કે રામાયણની ટીમે સંસ્કૃતિ અને સાહિત્યમાં કંઈક કામ કર્યું છે, તો અમને પદ્મ પુરસ્કાર આપવાનું વિચારો.

નોંધનીય છે કે અગાઉ આ સિરિયલમાં શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે પણ કહ્યું હતું કે તેમના કામને આદર આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે લોકડાઉનને કારણે 33 વર્ષ બાદ રામાયણ ફરી એકવાર ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ શોએ ટીઆરપીના ઘણા રેકોર્ડ તોડ્યા છે.

error: Content is protected !!