દયાભાભી ફરીથી માતા બનશે, પતિ સાથેની તસવીરો આવી સામે, જુઓ તસવીરો
નાના પડદા પર લાંબા સમય સુધી દર્શકોને એન્ટરટેઈન કરનાર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ખાસ કરીને શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણીએ પોતાની જબરદસ્ત એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. હંમેશાં લોકો તેની કોપી કરતા જોવા મળે છે. હવે દિશાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયા બેન એટલે કે દિશા વાકાણીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. આ ફોટોમાં દિશાની સાથે તેનો પતિ પણ જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને સ્પષ્ટ થાય છે કે દિશા પ્રેગ્નન્ટ છે. આ ફોટો જોઈને તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે અને ડિલિવરીની ડેટ પૂછી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિશા છેલ્લા ઘણા સમયથી આ શોમાં જોવા નથી મળી રહી. 2017માં દીકરીના જન્મ બાદથી તેને આ શો છોડી દીધો હતો. ઘણી વખત શોમાં તેની વાપસીના સમાચાર પણ સાંભળવા મળ્યા હતા. દિશા વાકાણીની જગ્યાએ મેકર્સે હજુ સુધી શોમાં અન્ય કોઈ અભિનેત્રીને દિશાની જગ્યા આપી નથી.
જો કે આ પોસ્ટ કે તસવીરોથી એ ક્લિયર નથી થતું કે આ ફોટા જૂના છે કે લેટેસ્ટ. પરંતુ લોકોને આ તસવીર પર એટલા માટે પણ વિશ્વાસ થઈ રહ્યો છે કારણ કે લાંબા સમયથી દિશાની કોઈ નવી તસવીર સામે આવી નથી. આ સાથે જ તેણે પોતાના કો-સ્ટાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં પણ સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો.
હવે ફેન્સ એવું માની રહ્યા છે કે દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં દિશા પ્રેગનન્સીના કારણે પહોંચી નહોતી. પરંતુ હવે આ અંગે દિશાનું કોઈ પણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.