માતાનાં બીજા લગ્ન કરાવીને હરખાઈ રહી છે દીકરી, બોલી-વિશ્વાસ નથી થઈ રહ્યો, જુઓ તસવીરો

એકલા જીવન જીવવાનું બહુજ બોરિંગ હોય છે. તેથી જ આપણને બધાને જીવનમાં એક જીવનસાથીની જરૂર હોય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ લગ્ન કરીને સેટલ થવા માંગે છે. પરંતુ કમનસીબે કેટલાક લોકો ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરી લે છે. તે તેમની સાથે દુઃખી રહે છે. પછી છૂટાછેડા થાય છે અને તેઓ ફરી એકલા પડી જાય છે. જો કે આ અંત નથી. તમે નવી શરૂઆત એટલે કે નવા લગ્ન કરી શકો છો.

વિધવા કે વિધુર સ્ત્રીના લગ્નને સમાજ સારી નજરે જોતો નથી. ખાસ કરીને જ્યારે સ્ત્રીની ઉંમર વધુ હોય ત્યારે કોઈ તેના બીજા લગ્નની તરફેણમાં નથી હોતું. પરંતુ સત્ય એ છે કે તમે બીજા લગ્ન કરવામાં અને નવું જીવન વસાવવા માટે ક્યારેય મોડા હોતા નથી. તમે સમાજની ચિંતા કર્યા વગર કોઈપણ ઉંમરે ફરીથી લગ્ન કરી શકો છો. છેવટે, વૃદ્ધાવસ્થામાં એકલા રહેવું કોને ગમે છે?

મમ્મીના બીજા લગ્નથી દિકરી થઈ ખુશ
હવે આ માતાના લગ્ન જ જોઈ લો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. @alphaw1fe નામના ટ્વિટર યુઝરે તેની માતા સોનીના લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

દિકરીએ જણાવ્યું કે મારી માતા લાંબા સમયથી ખોટા વ્યક્તિ સાથે લગ્ન નિભાવી રહી હતી. પરંતુ હવે આ દુઃખદ વાર્તાનો સુખદ અંત આવ્યો છે. મારી માતાએ બીજી વાર લગ્ન કર્યા છે.

યુવતીએ એમ પણ જણાવ્યું કે શરૂઆતમાં હું અને મારો 16 વર્ષનો ભાઈ ઘરમાં કોઈ અન્ય પુરુષના આવવાના વિરોધમાં હતા, પરંતુ હવે મારી માતાના ચહેરા પરની ખુશી જોઈને હું પણ ખુશ છું. બીજા લગ્ન કરવાનું વિચારી રહેલી તમામ મહિલાઓ અને પુરુષોને હું કહેવા માંગુ છું કે તમે હજુ મોડું નથી કર્યું. તમે ક્યારેય મોડા હોતા નથી.

યુવતીએ તેની માતાના લગ્નની ઝલક દર્શાવતી અનેક ટ્વિટ કરી હતી. માતાને દુલ્હન બનતા જોઈને તે ખૂબ જ ખુશ થઈ હતી. તેણે કહ્યું કે હું વિશ્વાસ નથી કરી શકતી કે મારી માતા લગ્ન કરી રહી છે. દીકરીની ખુશી અને માતાના લગ્નની તસવીરો અને વીડિયો જોઈને તમારો પણ દિવસ ચોક્કસ બની જશે.

error: Content is protected !!