દિકરીએ લગ્નમાં ના લીધી દહેજની રકમ, માંગી એવી વસ્તુ કે પિતાની છાતી ગજગજ ફુલી
દહેજ પ્રથાના મૂળ ભલે આપણા સમાજમાં વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા હોય, પરંતુ લગ્નના શુભ પ્રસંગોમાં સામાજિક ચિંતાની પહેલ પણ જોવા મળે છે. હા, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કંઈક આવું જ જોવા મળ્યું છે. જણાવી દઈએ કે આ જિલ્લામાં યોજાયેલા લગ્નમાં પિતા દ્વારા આપવામાં આવેલી રકમ સમાજની કન્યા છાત્રાલયને આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ વાર્તા…
જણાવી દઈએ કે બાડમેર શહેરમાં કિશોર સિંહ કાનોડની પુત્રી અંજલિ કંવરના લગ્ન પ્રસંગે અંજલિ કંવરે પિતા દ્વારા આપવામાં આવેલી રકમ સમાજની કન્યા છાત્રાલય માટે ભેટ તરીકે આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ તેના પિતાએ આ વાત સ્વીકારી અને રાજપૂત સમાજની કન્યા છાત્રાલય માટે આ રકમ આપવા માટે મંજુરી આપી, ત્યારબાદ વર પક્ષના કેપ્ટન હિરસિંહ ભાટીએ પણ તેની તાત્કાલિક મંજુરી આપી.
નોંધનીય છે કે, સમારોહમાં ઉપસ્થિત જાનૈયા-કન્યાપક્ષનાં લોકો અને મહેમાનો સમક્ષ તારાતરા મઠના મહંત સ્વામી પ્રતાપપુરી શાસ્ત્રીએ આને સમાજ માટે સારી પહેલ ગણાવતા જણાવ્યું હતું કે, આ નાણાનો ઉપયોગ સમાજના હિતમાં થવો જોઈએ. સમાજ અને કન્યાદાન સમયે કન્યા છાત્રાલયની વાત કરવી એ પોતે જ એક સમાજ માટે પ્રેરણાનું અનોખું ઉદાહરણ છે.
તેમણે કહ્યું કે અગાઉ કિશોરસિંહ કાનોડ આ હોસ્ટેલ માટે એક કરોડથી વધુ રકમ આપી ચૂક્યા છે અને હવે બાકીની રકમ માટે પણ આવી પહેલ કરવી એ એક મોટું ઉદાહરણ છે. સાથે જ જણાવી દઈએ કે કન્યાદાનમાં લગભગ 75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ હવે હોસ્ટેલ માટે કરવામાં આવશે.
જણાવી દઈએ કે આ ખાસ અવસર પર કિશોર સિંહે કહ્યું કે આ તેમની દીકરીની ઈચ્છા હતી અને તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ રકમ ગર્લ્સ હોસ્ટેલ માટે આપવામાં આવે. આના પર હું તેમના સારા અને સામાજિક હિતના વિચારને ધ્યાનમાં રાખીને તરત જ આ રકમ આપવા સંમત થયો. તે સમાજના હિતમાં રહેશે અને દીકરીઓ તેમાંથી અભ્યાસ કરીને આગળ વધી શકશે. આટલું જ નહીં, આ પ્રસંગે છોકરીના સસરા એટલે કે હીર સિંહ ભાટીએ કહ્યું, “અંજલિ અમારા ઘરે વહુ બનીને આવી રહી છે. જ્યારે તેણે તેની ઈચ્છા રાખી ત્યારે હું ખૂબ ખુશ થયો.
સમાજના હિતમાં આ કામ કરવાની ઈચ્છા અને તે પણ છોકરીઓ માટે આનાથી મોટું કામ શું હોઈ શકે. અમે પુત્રવધૂની ઈચ્છા સર્વોપરી રાખી.