લગ્નના દિવસે જ થયું પિતાનું નિધન, લાડલી દીકરી સાસરીમાં પગ મૂકી ને પાછી ફરીને પિતાને આપ્યો અગ્નિદાહ

વાલિયાઃ પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી. વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલાં જશવંતસિંહ માંગરોલાની ત્રણ દીકરીઓ કોમલ, રોશની અને ડો. શિવાની છે. પૈકી ડો.શિવાનીના લગ્ન મંગળવારના રોજ નિર્ધાર્યા હતા.

આ સુખનાં પ્રસંગે પિતા જસવંતસિંહની નાંદુરસ્ત તબિયત હોય દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પરંતુ પિતાની અંતિમઇચ્છા મુજબ તેને ભારેહૈયે પરિવારજનોએ વિદાય આપી હતી.

જે બાદ તેમની દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી ત્રણે દીકરીઓએ ભેગા થઈ પિતાની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપી હતી. આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજમાં પ્રેરણારૂપ છે.

error: Content is protected !!