ચોરોએ દારૂની હેરાફેરીનો માટે એવો કિમીયો અપનાવ્યો કે પોલીસની આંખો પણ થઈ ગઈ ચાર

બિહારના સિવાનમાંથી દારૂની હેરાફેરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વાસ્તવમાં નેપાળ અને યુપી બોર્ડરથી આવતા અને જતા લોકો જાડા અને પાતળા થઈ રહ્યા હતા. પોલીસ આ જાડા લોકો પર નજર રાખી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુપી જતી વખતે આ લોકો પાતળા દેખાય છે, પરંતુ ત્યાંથી આવતા સમયે તેમનું શરીર જાડું થઈ જાય છે. જ્યારે પણ જાડા શરીરની વ્યક્તિને રોકવામાં આવે છે, ત્યારે તેના આખા શરીરમાંથી ફક્ત અને ફક્ત શરાબ નીકળે છે.

ડ્યુટી બદલાય ત્યારે UPથી પાછા ફરે છે તસ્કર
પોલીસનું કહેવું છે કે દારૂના દાણચોરો સવારે સરહદ પાર કરે છે. બોર્ડર પર સવારે પોલીસકર્મીઓની ફરજ રહે છે, પરંતુ આ લોકો સાંજે પાછા ફરે છે, ત્યાં સુધીમાં પોલીસ કર્મચારીઓ બદલાઈ ગયા હોય છે. આ દરમિયાન દારૂની હેરાફેરીનો આ ખેલ ચાલે છે. જ્યારે એક દિવસ પોલીસે એ જ જવાનોને સવારથી સાંજ સુધી ડ્યુટી પર ઉભા કરી દીધા, પોલીસને આખો મામલો સમજાઈ ગયો કે જે વ્યક્તિ સવારે યુપી ગયો હતો તે સાંજ પડતાં જ કેમ પાછો આવી જાય છે.

સેલો ટેપ સાથે ચોંટાડે છે દારૂ
યુપીથી બિહારમાં દારૂ લાવવા માટે દાણચોરો પાતળા લોકોને પસંદ કરે છે. ત્યારબાદ તેના પેટ અને પીઠ પર દારૂની બોટલો અને પાઉચ ચોંટાડી તેના પર સેલો ટેપ લગાવી દે છે. તે પછી તેને ઢીલા કપડા પહેરાવામાં આવે છે. તે બોર્ડર પર ધીમે ધીમે બિહાર આવે છે અને અહીં આવીને દારૂનું વેચાણ કરે છે. આ દિવસોમાં પોલીસ ઢીલા કપડાં પહેરેલા લોકોની તલાશી લઈ રહી છે. દરેક વખતે પોલીસને સફળતા મળી રહી છે.

સોમવારે તસ્કર ઝડપાયો હતો
સોમવારે, બિહાર યુપીની બોર્ડર ધરની છાપર ચોક ચેકપોસ્ટ પર યુપી તરફથી આવતા એક યુવકને પોલીસે અટકાવ્યો હતો. યુવક યુપીમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે તેનું શરીર પાતળું હતું, પરંતુ પરત ફરતી વખતે તે જાડો દેખાઈ રહ્યો હતો. શંકાના આધારે પોલીસે તેને રોક્યો હતો. ત્યાર બાદ તલાશી લેતા તેના શરીર પર ચોંટેલી દારૂની 27 બોટલો મળી આવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા યુવકનું નામ છોટુ જણાવવામાં આવી રહ્યું છે, જે ઘણા દિવસોથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસ આ મામલાની તપાસમાં લાગેલી છે.

 

error: Content is protected !!