વરરાજાએ પીઠી ચોળીને લગ્ન પહેલા આપી LLBની પરીક્ષા, પડી ગયો સોંપો, જુઓ તસવીરો
સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા ઉમંગ હાઈટમાં રહેતા પ્રતિક ભાલાળા લગ્નના દિવસે પરીક્ષા આપવા ગયો હતો. જેને લઇને ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. સવારે પીઠી લગાડ્યા બાદ બપોરે પરીક્ષા આપવા જતા વરરાજાને સૌ કોઈએ ઉત્સાહિત અને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રતિક ભાલાળા કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરી રહ્યો છે. લગ્નના દિવસે ત્રીજું પેપર પીઠી સાથે આપવા પહોંચ્યો હતો.
પ્રતિક ભાલાળાએ લગ્નની તૈયારીની સાથે પરીક્ષાની તૈયારીઓ પણ કરી હતી. પરીક્ષા ટાણે જ લગ્નની તારીખ આવતા તેણે બંનેને સરખો ન્યાય મળે તે રીતે આયોજન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. સવારે પીઠી લગાડવામાં આવી બપોરે પરીક્ષા અને રાત્રે વરઘોડો કાઢવામાં આવશે. LLBની પરીક્ષાની તારીખો અને લગ્નની તારીખ એક સાથે જ આવી જતા યુવકે લગ્નના દિવસે પરીક્ષા આપવાનું નક્કી કર્યું.
વરરાજાના કાકા નરેશભાઈ ભાલાળા સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે કહ્યું કે, પ્રત્યેક ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને પરિવારના લોકોએ જ્યારે લગ્નની તારીખ નક્કી કરી હતી. તે મુજબ પરીક્ષા પણ અત્યારે લેવાઇ રહી છે. જેને કારણે તેણે પરીક્ષા આપવાનું મોકૂફ રાખવાનો બધે વ્યસ્ત સમયમાં પણ પોતાના લગ્નને જેટલું મહત્વ આપ્યું છે.
એટલું જ શિક્ષણને પણ મહત્વ આપ્યું છે. આજે બપોરે તે સિદ્ધાર્થ કોલેજ ખાતે એલ.એલ.બીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ત્રીજું પેપર આપવા માટે તે પહોંચ્યો હતો. અમારા પરિવારની સાથે સાથે સામે પક્ષે પણ પ્રતિકનુ શિક્ષણ અને પરીક્ષા તરફનો લગાવને વધાવી લીધો હતો.
ઘરમાં પીઠીનું ગીત વાગતુ હતું. વરરાજો પરીક્ષા આપવા ગયો હતો. તે અમારા સમાજ માટે પણ ગર્વની બાબત છે કે, અમારા યુવાનો શિક્ષણ પ્રત્યે આટલા ગંભીર છે.