મહેન્દ્રસિંહ ધોનીથી લઈને વિરાટ કોહલી સુધી, આ ક્રિકેટરો બૉલીવુડ હસીનાઓ પર હતા આફરીન, પણ ન થઈ શક્યા એક

આજે અમે આપને આ આર્ટિકલના માધ્યમથી કેટલીક એવી બૉલીવુડની અભિનેત્રીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેના નામ સાંભળતા જ ક્રિકેટર્સના દિલ ધડકવા લાગતા હતા. તેમાંથી અમુક ક્રિકેટર્સે તો આ અભિનેત્રીઓની સાથે લગ્ન પણ કરી લીધા અને અમુકની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ.

દીપિકા પાદુકોણ અને મહેન્દ્રસિંહ ધોની
સૌથી પહેલા અમે આપને જણાવીશું ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનારી દીપિકા પાદુકોણ વિશે.. એક સમયે તેનો મહેન્દ્ર સિંહ ધોની પર ક્રશના કિસ્સા ચર્ચામાં હતા. તે સમયે દીપિકા મોટા ભાગે મેચ જોવા સ્ટેડિયમમાં જતી રહેતી હતી. પરંતું ફિલ્મ ઓમ શાંતિ ઓમની રિલીઝ થયા બાદ દીપિકાએ પોતાનું પૂરુ ધ્યાન પોતાની ફિલ્મો પર લગાવી દીધું.

સારા જૈન અને વિરાટ કોહલી
ખબરો મુજબ સારા અને વિરાટ કોહલી પણ લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા. પરંતું તે પોતાના સંબંધોને કહેવા નહોતા માંગતા. જોકે બાદમાં બંને એકબીજાથી અલગ થઈ ગયા

ઈઝાબેલ લિટે અને વિરાટ કોહલી
વિરાટ કોહલીની ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રીઓની સાથે લિંકઅપની ખબરો હંમેશા ચર્ચામાં રહી છે. સારા અને અનુષ્કા શર્માની સાથે-સાથે તેણે બ્રાઝીલિયન મૉડલ ઈઝાબેલ લિટેને પણ ડેટ કરી છે. ઈઝાબેલે બૉલીવુડની ફિલ્મો ‘સિક્સટીન’ અને ‘પુરાની જીન્સ’માં પણ અભિનય કર્યો છે.

નગમા અને સૌરભ ગાંગુલી
એક સમયે પૂર્વ ઈંડિયન કેપ્ટન સૌરભ ગાંગુલીનું નામ નગમા સાથે જોડાયેલું હતું. જ્યારે સૌરભ અને નગમાના અફેયરની ખબરો આવી રહી હતી ત્યારે સૌરભ પોતાના બાળપણની દોસ્ત ડોના સાથે લગ્ન કરી ચૂક્યા હતા.લાંબા સમય સુધી નગમા અને સૌરભના રિલેશનશિપની ખબરો ચર્ચામાં હતી પરંતું લાંબા સમય સુધી ન ચાલી શક્યું.

સુષ્મિતા સેન અને વસીમ અકરમ
મિસ યૂનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેનની પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે લિંકઅપની ખબરો ખૂબ ચર્ચામાં રહી. જ્યારે વસીમ અને સુષ્મિતા એક ટીવી શૉ ‘એક ખિલાડી એક હસીના’ને જજ કરી રહ્યા હતા ત્યારે આ બંને વચ્ચેની નિકટતા વધવા લાગી પરંતું 2013માં આ બંને અલગ થઈ ગયા.

કપિલ દેવ અને સારિકા
એક સમયે કપિલ દેવ અને સારિકાના રિલેશનશિપની ખબરો ચર્ચામાં હતી. ખબરો અનુસાર બંને લગ્ન કરવા માંગતા હતા પરંતું તેના સંબંધો લાંબા સમય સુધી ન ચાલી શક્યા અને બંને અલગ થઈ ગયા.

જીનત અમાન અને ઈમરાન ખાન
એક સમય એવો હતો જ્યારે બૉલીવુડની મશહૂર અભિનેત્રી જીનત અમાનનું ઈમરાન ખા સાથે નામ જોડાયેલું રહ્યું હતું. પરંતું થોડા જ દિવસમાં બંને અલગ થઈ ગયા.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહના અફેયરની ખબરો પણ ખૂબ લાંબા સમય સુધી ચર્ચામાં રહી ચૂકી છે. અમૃતા અવાર-નવાર સ્ટેડિયમમાં બેસીને રવિ શાસ્ત્રીને ચીયર કરતા નજરે પડતી હતી. પરંતું બંને ખૂબ જલ્દીથી અલગ થઈ ગયા. અલગ થયા બાદ રવિ શાસ્ત્રીએ રિતૂ સિંહ અને અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા.

અંજૂ મહેન્દ્ર અને સર ગૈરી સોબર્સ
ટીવી અભિનેત્રી અંજૂ મહેન્દ્રૂ અને સર ગૈરી સોબર્સના અફેયરની ખબરો પણ સામે આવી હતી, પરંતું આ સંબંધો પણ લાંબા સમય સુધી ન ચાલી શક્યા અને બંને અલગ થઈ ગયા.

રીના રૉય અને મોહસિન ખાન
1983માં જ્યારે રીના રૉયનું કરિયર સફળતાની ઉંચાઈને સ્પર્શી રહ્યું હતું ત્યારે તેણે બૉલીવુડ છોડીને પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કરી લીધા. પરંતું તેના લગ્ન લાંબો સમય ન ચાલ્યા અને આ બંનેના ડિવોર્સ થઈ ગયા

સોનાલી બેંદ્રે અને શોએબ અખ્તર
પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર અને સોનાલી બેન્દ્રેની પહેલી મુલાકાત 2004માં ભારત-પાકિસ્તાન સીરિઝ દરમિયાન થઈ હતી. તે સમયે આ અફવા સાંભળવા મળી હતી કે આ બંને રિલેશનશિપમાં છે પરંતું આ ખબરોમાં કોઈ સત્ય નહોતું.

સોફિયા હયાત અને રોહિત શર્મા
સોફિયા અને રોહિત શર્માના અફેયરની ખબરો પણ એક સમયે ચર્ચામાં હતી. વર્ષ 2012માં સોફિયાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું હતું કે હા હું રોહિત શર્માને ડેટ કરી રહી હતી પરંતું હવે એવું નથી. હવે હું એક જેંટલમેનની તલાશમાં છું

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ
ટીવીની જાણિતી અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટઈંડિઝ ક્રિકેટર વિવિયનનું અફેયર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ ખબરો ત્યારે તેજ થઈ જ્યારે નીનાએ લગ્ન કર્યા વગર વિવિયનની દીકરી મસાબાને જન્મ આપ્યો. નીના અને વિવિયને અત્યારસુધી લગ્ન નથી કર્યા અને પોતાની દીકરી માટે બંને અવાર-નવાર સાથે નજરે પડે છે.

સંગીતા બીજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીન
ઈંડિયન ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન જ્યારે પહેલીવાર સંગીતા બીજલાનીને મળ્યા ત્યારે તે મેરિડ હતા. પરંતું અઝહરુદ્દીને સંગીતા બીજલાની માટે પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપી દીધઆ અને સંગીતા સાથે લગ્ન કરી લીધા. જો કે તેમના લગ્ન પણ લાંબો સમય સુધી ન ચાલ્યા અને તે 2010માં અલગ થઈ ગયા.

દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહ
રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પહેલા દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહના અફેયરની ખબરો આવી રહી હતી. પરંતું દીપિકા આ રિલેશનશિપથી જલ્દી જ દૂર થઈ ગઈ.

error: Content is protected !!