કાંબલીના ખિસ્સા થયા ખાલી, ચેઈન-બ્રેસલેટ બધુ ગાયબ, મોબાઈલની સ્ક્રીન પણ તૂટેલી

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો ખાસ મિત્ર વિનોદ કાંબલીની આર્થિક હાલત સારી નથી. તે બેરોજગાર પણ છે અને હાલ તે કામ શોધી રહ્યો છે. તે BCCIના 30 હજાર રૂપિયાના પેન્શન પર જીવી રહ્યો છે. કાંબલીએ પોતાના સ્કૂલના દિવસોમાં સચિન તેંડુલકરની સાથે રેકોર્ડ 664 રનની ભાગદારી કરી હતી. ત્યારે વિનોદ કાંબલીએ 349 રન અને સચિન તેંડુલકરે 326 રન ફટકાર્યા હતા.

વિનોદ કાંબલીએ તો પોતાના કરિયારની શરૂઆતમાં જ 7 મેચમાં 793 ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. જોકે હાલ તે કોઈપણ કામ કરવા તૈયાર છે.

મિડ-ડે સાથે વાત કરતા તે કહે છે…
‘હું એક રિટાયર્ડ ક્રિકેટર છું અને પૂરી રીતે BCCIના પેન્શન પર નિર્ભર છુ. આ માટે હું BCCIનો આભારી છું. પણ મને હાલ કામ જોઈએ છે. જેનાં કારણે હું યુવા ક્રિકેટરોને મદદ કરી શકીશ. મેં ઘણી વખત અમોલ મઝુમદારને જણાવ્યુ છે કે તેઓ મુંબઈની ટીમના કોચ છે, અને તેમને મારી જરૂરત હોય તો મને જણાવે. મારે પરિવાર પણ છે, જેમની દેખભાળ કરવાની હોય છે. ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ પછી કોઈને પણ કામ કરવું પડતુ હોય છે. હું MCAના અધ્યક્ષને વિનંતી કરુ છુ કે જો મારી જરૂરિયાત હોય તો હું કામ કરવા તૈયાર છું.’

ચેઈન-બ્રેસલેટ બધુ ગાયબ, મોબાઈલની સ્ક્રીન પણ તૂટેલી
પોતાના લુક અને સ્ટાઈલ માટે જાણીતા એવા વિનોદ કાંબલી સફેદ દાઢીમાં નજર આવ્યો હતો. તેના ગળામાં ગોલ્ડ ચેઈન નહોતી અને હાથમાં બ્રેસલેટ પણ નહોતી. આ ઉપરાંત તેના મોબાઈલની સ્ક્રિન પણ તૂટેલી હતી.

ઘણાં પ્રોફેશનમાં હાથ અજમાવી ચૂક્યો છે વિનોદ કાંબલી
વિનોદ કાંબલી છેલ્લે 2000ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. ત્યારબાદ તે ઘણાં પ્રોફેશન પર હાથ અજમાવી ચૂક્યો છે. તેણે સંજય દત્ત સાથે ફિલ્મો કરી હતી. ત્યારપછી તેણે અમુક એડ ફિલ્મો પણ કરી હતી. છેલ્લે તે કોચિંગ આપતો હતો.

તે કહે છે- ‘હું સચિનથી કોઈ આશા રાખી રહ્યો નથી’
કાંબલી આગળ જણાવે છે કે; ‘હું સચિન પાસેથી કોઈ જ પ્રકારની આશા રાખી રહ્યો નથી. મેં TMGA (તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમી)નો કાર્યભાર સંભાળ્યો હતો. હું ઘણો ખુશ હતો. તે મારો સારો મિત્ર છે. તે હંમેશા મારી સાથે ઉભો રહ્યો છે.’

error: Content is protected !!