વિનોદ કાંબલી આ નોકરી કરશે? આ બિઝનેસમેને કરી 1 લાખ રૂપિયાની સેલેરીની ઓફર

કંગાળ જીવન જીવવા મજબૂર ટીમ ઈન્ડિયા ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી માટે સારા સમાચાર છે. વિનોદ કાંબીલીને મહિને એક લાખ રૂપિયા પગારની નોકરી ઓફર કરવામાં આવી છે. બિઝનેસમેન વિનોદ કાંબલીને વ્હારે આવ્યા છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલ વિનોદ કાંબલીએ આ નોકરી અંગે હજી સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના બિઝનેસમેને તેને મહિને 1 લાખ રૂપિયા સેલરીની નોકરી ઓફર કરી છે.

સંદીપ થોરાટ નામના બિઝનેસમેને પોતાના સાહ્રાદ્રી બિઝનેસ ગ્રુપમાં વિનોદ કાંબલીને જોડાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ અંગે બિઝનેસમેન સંદીપ થોરાટે કહ્યું હતું કે ‘વિનોદ કાંબલીએ આવી સ્થિતિનો સામનો કેમ કરવો પડે? તેમણે ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર પહોંચાડી છે. આ તેમને એવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કે તેમના પરીવારનો ખર્ચ પણ નીકળતો નથી. આ આપણા બધાની નિષ્ફળતા છે. હું ટૂંક સમયમાં કાંબલીને મળીશ’

આ નોકરી માટે વિનોદ કાંબલીએ મુંબઈમાં કંપનીના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી સાંભળવી પડશે અને તેને આ કામ માટે મહિને 1 લાખ રૂપિયા સેલેરી મળશે. જોકે આ કામ ક્રિકેટ સાથે જોડાયેલું નથી એટલે વિનોદ કાંબલી આ નોકરી સ્વીકારશે કે નહીં તેની માહિતી મળી શકી નથી.

કાંબલીના ખિસ્સા થયા ખાલી
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો ખાસ મિત્ર વિનોદ કાંબલીની આર્થિક હાલત સારી નથી. તે બેરોજગાર પણ છે અને હાલ તે કામ શોધી રહ્યો છે. તે BCCIના 30 હજાર રૂપિયાના પેન્શન પર જીવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, ‘હું એક રિટાયર્ડ ક્રિકેટર છું અને પૂરી રીતે BCCIના પેન્શન પર નિર્ભર છુ. આ માટે હું BCCIનો આભારી છું. પણ મને હાલ કામ જોઈએ છે. જેનાં કારણે હું યુવા ક્રિકેટરોને મદદ કરી શકીશ. મેં ઘણી વખત અમોલ મઝુમદારને જણાવ્યુ છે કે તેઓ મુંબઈની ટીમના કોચ છે, અને તેમને મારી જરૂરત હોય તો મને જણાવે. મારે પરિવાર પણ છે, જેમની દેખભાળ કરવાની હોય છે. ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ પછી કોઈને પણ કામ કરવું પડતુ હોય છે. હું MCAના અધ્યક્ષને વિનંતી કરુ છુ કે જો મારી જરૂરિયાત હોય તો હું કામ કરવા તૈયાર છું.’

ચેઈન-બ્રેસલેટ બધુ ગાયબ, મોબાઈલની સ્ક્રીન પણ તૂટેલી
પોતાના લુક અને સ્ટાઈલ માટે જાણીતા એવા વિનોદ કાંબલી સફેદ દાઢીમાં નજર આવ્યો હતો. તેના ગળામાં ગોલ્ડ ચેઈન નહોતી અને હાથમાં બ્રેસલેટ પણ નહોતી. આ ઉપરાંત તેના મોબાઈલની સ્ક્રિન પણ તૂટેલી હતી.

ઘણાં પ્રોફેશનમાં હાથ અજમાવી ચૂક્યો છે વિનોદ કાંબલી
વિનોદ કાંબલી છેલ્લે 2000ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. ત્યારબાદ તે ઘણાં પ્રોફેશન પર હાથ અજમાવી ચૂક્યો છે. તેણે સંજય દત્ત સાથે ફિલ્મો કરી હતી. ત્યારપછી તેણે અમુક એડ ફિલ્મો પણ કરી હતી. છેલ્લે તે કોચિંગ આપતો હતો.

તે કહે છે- ‘હું સચિનથી કોઈ આશા રાખી રહ્યો નથી’
કાંબલી આગળ જણાવે છે કે; ‘હું સચિન પાસેથી કોઈ જ પ્રકારની આશા રાખી રહ્યો નથી. મેં TMGA (તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડમી)નો કાર્યભાર સંભાળ્યો હતો. હું ઘણો ખુશ હતો. તે મારો સારો મિત્ર છે. તે હંમેશા મારી સાથે ઉભો રહ્યો છે.’

error: Content is protected !!