જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી 6 મહિનાની દીકરીના હોસ્પિટલ બેડ સામે કપલે મેરેજ કર્યાં

ઈંગ્લેન્ડ: ઈંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં એક કપલે તેમની 6 વર્ષની દીકરી સામે લગ્ન કર્યા. કરીમ અને લુઇસ રેઝેની દીકરી લાયલા રેર બીમારીથી પીડાય છે. જન્મ પછીથી લાયલા ક્યારેય ઘરે જ નથી ગઈ. તેની સારવાર છેલ્લા 6 મહિનાથી બ્રિસ્ટોલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલુ છે.

લાયલાનો જન્મ ક્રિસમસ ડેના રોજ થયો હતો. જન્મતાંની સાથે જ તે ચાર્જ સિન્ડ્રોમથી પીડાય રહી છે. આ રેર જિનેટિક ડિસઓર્ડરમાં હાર્ટમાં કોમ્પ્લિકેશનની સાથે જોવામાં અને જમવામાં તકલીફ થાય છે. વેડિંગ ડે માટે લાયલાને હોસ્પિટલમાં રજા આપી શકાય એ શક્ય નહોતું, આથી તેનાં માતા-પિતાએ હોસ્પિટલમાં જ મેરેજ કરવાનું નક્કી કર્યું.

હોસ્પિટલ સ્ટાફે કપલના દિવસને યાદગાર બનાવવા ખૂબ મહેનત કરી
21 મેના રોજ કપલે દીકરીના હોસ્પિટલ બેડની સાથે જ મેડિકલ સ્ટાફની હાજરીમાં મેરેજ કર્યા. લાયલાએ સુંદર પિંક કલરનું ફ્રોક પહેર્યું હતું. લાયલાના પિતાએ કહ્યું, અમે સિમ્પલ વેડિંગ કરવા ઇચ્છતા હતા, પણ હોસ્પિટલના સ્ટાફની હેલ્પથી પ્રોપર વેડિંગ કરી શક્યા.

દીકરી સામે કપલને મેરેજ કરવાની ઈચ્છા પૂરી થઈ
લાયલાનો રૂમ ફેમિલી પિક્ચર અને બલૂનથી ડેકોરેટ કરેલો હતો. કપલે વેડિંગ કેક પણ ઓર્ડર કરી હતી. કરીમે કહ્યું, અમે હોસ્પિટલ સ્ટાફના આભારી છીએ. મેડિકલ ટીમે અમારી ઘણી મદદ કરી છે. અમારી પહેલેથી ઈચ્છા હતી કે અમે અમારી દીકરી સામે લગ્ન કરીએ. લાયલા પણ અમને સાથે જોઇને ઘણી ખુશ થઇ હતી.

લાયલાની મેડિકલ કન્ડિશન ઘણી ગંભીર છે, પણ એડવાન્સ દવાઓને લીધે બચવાના ચાન્સ પણ વધારે છે.

error: Content is protected !!