પાંચ પાંચ વાર UPSCમાં ફેલ થયો હોવા છતાં હિંમત ના હાર્યો,આ પોલીસ કોન્સ્ટેબલમાંથી બની ગયો ACP

આપણી આસપાસ એવી ઘણી કહાનીઓ છે જેમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ.  ઘણા લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યા હોવાના લાખો કિસ્સાઓ આપણી આસપાસ છે. દિલ્હીમાં દરેક લોકો માટે પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. અહીં ફિરોઝ આલમ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાની ધગશ અને મહેનતથી UPSCની પરીક્ષા પાસ કરી છે.

તેઓ પોલીસની PCR યૂનિટમાં તહેનાત હતાં. UPSCની પરીક્ષા પાસ કર્યા પછી ફિરોઝ આલમ હવે DANICS અંતર્ગત દિલ્હી પોલીસમાં ACPની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ફિરોઝ આલમ 10 વર્ષથી દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતાં હતાં. આ સાથે જ તે સતત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરતાં હતાં.

તેમણે દેશની સૌથી પ્રતિષ્ઠિત UPSCની તૈયારી કરી પરીક્ષામાં પાસ થઈ સાબિત કર્યું છે કે, હંમેશા કરેલી મહેનત રંગ લાવે છે. ફિરોઝ દિલ્હી પોલીસમાં ACP બની ગયા છે. અત્યારે તેમની ટ્રેનિંગ દિલ્હી પોલીસ ટ્રેનિંગ સેન્ટ ઝડોદાકલામાં ચાલી રહી છે અને આવતાં વર્ષે માર્ચ મહિના સુધી તેમનું પોસ્ટિંગ પણ થઈ જશે.

ફિરોઝ મૂળ હાપુડ પિલખુવાના રહેવાસી છે. તેમનો જન્મ પિલખુવાના આઝમપુર દેહરા ગામમાં થયો હતો. મોહમ્મદ શહાદત અને મુન્ની બાનોના ઘરે જન્મેલા ફિરોઝ 12માં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી. ફિરોઝના પરિવારમાં ત્રણ બહેન અને પાંચ ભાઈ છે.

ફિરોજ જણાવે છે કે વર્ષ 2010માં દિલ્હી પોલીસમાં જોડાયા બાદ પોતાના સિનિયર ઓફિસરોના કામકાજની રીત અને રુતબાને જોઈને ખુબ જ પ્રભાવિત થયો હતો. તેમને જોઈને મેં પણ નક્કી કર્યું કે હું પણ ઓફિસર બનીશ અને તેનો એક માત્ર રસ્તો હતો યુપીએસી ક્લિયર કરવાનો.

પોતાની કોન્સ્ટેબલની નોકરી કરવાની સાથે તે પરીક્ષાની તૈયારીમાં પણ લાગી ગયો. ફિરોજ જણાવે છે કે‘‘UPSC પાસ કરવાનું જેટલું મેં વિચાર્યું હતું એટલું સરળ નહોતું. હું સતત ફેઇલ થતો ગયો. પાંચવાર અસફળ થયાં પછી મેં ઓફિસર બનવાનું સપનું લગભગ છોડી દીધું હતું.

પણ મારી સાથે જ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ તાલુકાના દેવીપુરાના વિજયસિંહ ગુર્જર જ્યારે દિલ્હી પોલીસ કોન્સ્ટેબલમાંથી IPS બન્યા પછી મારામાં પણ હિંમત આવી અને મેં છઠ્ઠો પ્રયત્ન કર્યો. વર્ષ 2019માં મેં 645માં રેન્ક સાથે UPSCની પરીક્ષા પાસ કરી લીધી હતી.’’

error: Content is protected !!