એક સમયે બે ટંકનું ભોજન પણ નહોતું નસીબમાં, આજે કરોડોની સંપતિમાં આળોટે છે સાઉથના કોમેડિયન બ્રહ્માનંદમ

દેશમાં છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડથી વધુ સાઉથની ફિલ્મોને પસંદ કરવામાં આવે છે. તેનો સૌથી મોટો પૂરાવો બાહુબલી અને KGFની સફળતાથી સ્પષ્ટ થાય છે કે આ બંને ફિલ્મો એક્શનથી ભરપૂર હતી આ સિવાય પણ ઓડિયન્સ ઇન્ટરનેટ, યુટ્યુબ વગેરે પ્લેટફોર્મ પર સાઉથની ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે. સાઉથની મોટાભાગની ફિલ્મોમાં એક વાત તો કોમન જ હોય છે અને એ છે કોમેડી. સાઉથની દરેક ફિલ્મોમાં એક્શનની સાથે કોમેડીનો તડતો હોય જ છે.

આ કોમેડીને અસરદાર બનાવે છે કે સાઉથના કોમેડિયન બ્રહ્માનંદમ, બ્રહ્માનંદમે હાલમાં જ પોતાના 65માં જન્મદિવસની ઉજવણી કરી. બ્રહ્માનંદમ સાઉથ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. સાઉથની દર બીજી ફિલ્મમાં તેમની સુંદર અદાકારી જોવા જ મળે છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બ્રહ્માનંદમ વગર અધૂરી છે. આજે અમે તમને જણાવવાના છીએ બ્રહ્માનંદમના પરિવાર વિશે.

કોમેડિયન બ્રહ્માનંદમ 1 ફેબ્રુઆરી, 1956ને આંધ્ર પ્રદેશના સાટેનાપલ્લી જિલ્લાના મુપલ્લા ગામમાં જન્મ થયો હતો. અભિનેતા બ્રહ્માનંદમ પોતાના માતા-પિતાની 8 સંતાનોમાંથી 7માં નંબરના છે. બ્રહ્માનંદમની પત્નીનું નામ લક્ષ્મી અલાપતિ છે જે હાઉસ વાઇફ છે. તેમના બે દીકરા છે. બ્રહ્માનંદમના મોટા દિકરાનું નામ રાજા ગૌતમ અને નાના દિકરાનું નામ સિદ્ધાર્થ છે. તેમના મોટા દિકરા રાજા ગૌતમે વર્ષ 2004માં ફિલ્મ પલ્લાકિલો પેલ્લિ કુટુરુથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલા રાખ્યા હતા.

24 ઓક્ટોબર, 2012માં રાજા ગૌતમે સિનેમેટોગ્રાફર શ્રીનિવાસ રેડ્ડીની દીકરી જ્યોત્સના સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. તેમની પત્ની જ્યોત્સના એક હાઉસવાઇફ છે. બ્રહ્માનંદમના પુત્રના લગ્નમાં સાઉથના મોટા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ચિરંજીવીથી લઇને અલ્લુ અર્જુન સહિત સાઉથના અનેક મોટા સેલેબ્સ આ લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તો બ્રહ્માનંદમના નાના દિકરા સિદ્ધાર્થ વિશ વાત કરીએ તો તેને એક્ટિંગથી વધુ ડિરેક્શન ફિલ્મમાં વધુ રસ છે.

અક વખત બ્રહ્માનંદમને કોલેજ ડ્રામા કોમ્પિટીશનમાં બેસ્ટ સપોર્ટિંગ આર્ટિસ્ટથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અહીંથી તેમનો ઇંસ્ટ્રેસ્ટ આ ફિલ્ડમાં વધી ગયો હતો. એ સમયે જાણીતા તેલુગુ ડિરેક્ટર જન્ધયાલાએ બ્રહ્માનંદમને મોદ્દાબાઇ નામથી ચાલી રહેલા એક ડ્રામામાં પ્લે કરતાં જોયા હતા. ત્યાં તેઓ બ્રહ્માનંદમથી એટલા ઇમ્પ્રેશ થયા કે તેઓએ તુરંત પોતાની ફિલ્મ ચન્તાબાબાઇમાં રોલ ઓફર કરી દીધો. બ્રહ્માનંદમના જણાવ્યા પ્રમાણે મારા પિતાજીએ મને ક્યારેય નથી જણાવ્યું કે આ નામનો શું અર્થ છે. પછી મને મેં જાતે જ આ નામનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે બ્રહ્માંડનો આનંદ છે.

તમને જણાવી દઇએ કે બ્રહ્માનંદમનું નામ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં પણ લખાયું છે. આ રેકોર્ડ 2007માં એક જ ભાષામાં 700થી વધુ ફિલ્મોમાં અભિનય કરવા માટે લખાયું હતું. આ સિવાય સિનેમામાં તેમના બહુમૂલ્ય યોગદાનને જોતા જ તેઓને વર્ષ 2009માં પદ્મશ્રી એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. બ્રહ્માનંદમ ત્રણ દાયકાથી પણ વધારે લાંબા કરિયરમાં 1000થી વધુ ફિલ્મોમાં કામ કરૂ ચૂક્યા છે.

error: Content is protected !!