સુરતમાં સિટી બસના ચાલકે કાકી-ભત્રીજીને અડફેટે લેતા ધોરણ-9માં ભણતી ભત્રીજીનું દર્દનાક મોત

સુરત: સુરતના અમરોલીમાં સિટી બસના ચાલકે કાકી-ભત્રીજીને અડફેટે લઈ ભત્રીજીને કચડી નાખતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વારંવાર બસની અડફેટે મોતની ચાદર ઓઢતા બાળકોને લઈ લોકોએ બસના કાચ તોડી વિરોધ નોંધાવ્યો હતો. મૃતક છોકરી ધોરણ-9ની વિદ્યાર્થિની હોવાનું અને કાકી સાથે શાળાએથી ઘરે જતા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. લોકોએ બસના ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, બસ અડફેટે મોતને ભેટેલી કિશોરી છાપરાભાઠાની રહેવાસી હતી. બેફામ રીતે દોડતી બસના ચાલકને લોકોએ પકડી પાડ્યો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ સિટી બસના કાચ તોડી બસમાં તોડફોડ કરી હતી.

લોકોમાં રોષ જોઈ અન્ય બસના ચાલકો બસ લઈ ફરાર થઈ ગયા હતા. બાબુભાઇ લીંબાચીયા (મૃતકના દાદા) એ જણાવ્યું હતું કે ત્રણ સંતાનોમાં ભૂમિ મોટી દીકરી હતી. પિતા પરેશભાઇ લીંબાચિયા હેર કટીંગ સલુન ચલાવે છે. આજે શાળાએથી પરત ફરતા અકસ્માતમાં પૌત્રી ગુમાવી છે.

હું હાલ થોડા દિવસ પહેલા જ ગામડે પાટણથી સાળાના દુઃખદ નિધન પર આવ્યો હતો. જ્યાં પૌત્રીના મોતના સમાચારે આઘાતમાં નાખી દીધો છે. 2001થી અમારું પરિવાર સુરતમાં અમરોલી છાપરાભાઠા રોડ સ્ટાર ગેલેક્સીમાં રહે છે.

error: Content is protected !!