તેજ ગતિએ ચાલતી કારનો અચાનક ખુલી ગયો દરવાજો અને રસ્તા પર પડી ગયુ બાળક અને પછી….!

બાળકોને લઈને થોડી બેદરકારી પણ પાછળથી ભારે પડી જાય છે. હવે લો આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક ચાલતી કારમાંથી પડી જાય છે. થોડા સમય સુધીતો ડ્રાઇવિંગ કરી રહેલી માતાને ખબર પણ ન હોતી કે તેનું બાળક રસ્તા પર પડ્યું છે. તે પોતાની ધૂનમાં કાર ચલાવી રહી હતી. હવે અહીં ચોંકાવનારી વાત એ છે કે કારમાંથી નીચે પડ્યા પછી પણ બાળકને કંઈ થતું નથી.

તે પોતાના પગ પર ઉભો થાય છે અને રસ્તામાં તેની માતાની કારની પાછળ દોડવા લાગે છે. આ આખું દ્રશ્ય જોઈને ખૂબ જ દુખ થાય છે. સારી વાત એ છે કે પાછળથી બાળકની માતાને ખબર પડી કે તેનું બાળક કારમાં નથી. તેણી પોતાની કારને રોકે છે અને બાળકને ઉંચકીને વાછી જતી રહે છે.

આ સમગ્ર ઘટના ટ્રાફિક સિગ્નલ પર લગાવેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, એક બાળક સફેદ એસયુવી કારના પાછળના દરવાજેથી નીચે પડેલું જોઇ શકાય છે. જેવું બાળક રસ્તા પર પડે છેકે પાછળથી આવતા લોકો તરત પોતાની કારને રોકી દે છે.

આ પછી બાળક માતાની શોધમાં રસ્તા પર દોડે છે. તે દરમિયાન સ્કૂટી ચલાવતી મહિલા બાળકની સંભાળ લે છે. તે દરમિયાન બાળકની માતા પણ કારમાંથી નીચે ઉતરી હતી. આ વીડિયો શિરીન ખાન નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘આ કેવી રીતે થઈ શકે?’ ચાલો પહેલા તમે વીડિયો જોઈ લો.

લોકો આ વિડિઓ પર તેમની જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પોતાનો અભિપ્રાય આપતા, એક વપરાશકર્તાએ કહ્યું કે લોક મિકેનિઝમમાં એક નાનું લિવર હોય છે. જ્યારે તેને દબાવવામાં આવે છે, ત્યારે ગેટ આપમેળે ખુલે છે. આ દરેક કાર માટેની સિસ્ટમ છે. જો કે, ચાઈલ્ડ લોક ચાલુ છે તેની ખાતરી કરવા માટે આ બધા દરવાજા બંધ કરીને રોકી શકાય છે.

error: Content is protected !!