મેટ્રિમોનિયલ સાઈટ પર પહેલા બનાવી ફ્રેન્ડશિપ, પછી દોઢ મહિના સુધી ગોંધી રાખી પિંખતા રહ્યા હેવાનો

ઈન્દોર: ઈન્દોરમાં એક બિલ્ડર અને તેના મિત્રોએ યુવતી પર દોઢ મહિના સુધી ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. તેના પ્રાઈવેટ પાર્ટ અને શરીરના અન્ય ભાગો પર સિગારેટથી ડામ આપ્યા હતા. નરાધમોએ યુવતીના શરીર પર દાંત વડે બટકાં ભર્યાં છે. આરોપીઓએ છત્તીસગઢની આ 32 વર્ષની યુવતીને ફાર્મ હાઉસમાં બંધક બનાવી રાખી હતી. પોલીસે ફાર્મ હાઉસનો માલિક બિલ્ડર, તેના 3 મિત્ર અને એક કર્મચારી વિરુદ્ધ FIR નોંધી છે.

બિલ્ડર સહિત ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. જબલપુરમાંથી એકની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી છે. તમામ આરોપીઓ નાગદા (ઉજ્જૈન)ના રહેવાસી છે. આમાં 3 ભદ્ર પરિવારના છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના માંગલિયા વિસ્તારના યુવરાજ ફાર્મ હાઉસમાં બની હતી. ફાર્મ હાઉસના માલિક રાજેશ વિશ્વકર્મા બિજાઘાટ (બેમેતરા, છત્તીસગઢ)થી એક યુવતીને લઈને આવ્યો હતો.

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે રાજેશે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને ફાર્મ હાઉસમાં રાખી હતી. તેના મિત્રો અંકેશ બઘેલ, વિવેક વિશ્વકર્મા અને વિપિન ભદૌરિયા પણ ફાર્મ હાઉસ પર આવતા-જતા હતા. રાજેશે તેની ઓળખાણ પણ કરાવી હતી. પછી બધાએ તેની સાથે ગેંગરેપ કર્યો. આ તમામ નરાધમો દોઢ મહિનાથી યુવતી સાથે ગેંગરેપ ગુજારી રહ્યા હતા.

મેટ્રિમોનિયલ સાઇટ પર ઓળખાણ થઈ
યુવતીએ જણાવ્યું હતું કે રાજેશ સાથે તેની ઓળખાણ મેટ્રિમોનિયલ સાઈટ Jeevansathi.com પર થઈ હતી. આરોપીઓએ બળાત્કાર દરમિયાન તેના ગુપ્ત ભાગે સિગારેટથી ડામ દીધા હતા. શરીરના ઘણા ભાગો પર દાંતથી બટકાં પણ ભર્યાં હતાં. એકવાર તો યુવતી ખૂબ જ ઘાયલ થઈ ગઈ, પછી તેની સારવાર કરવામાં આવી હતી અને તેને ચૂપ રહેવા જણાવ્યું હતું.

આરોપીઓ ધમકી આપીને યુવતીને છત્તીસગઢ મૂકી આવ્યા હતા
રાજેશે તેના પાર્ટનર વિપિન સાથે મળીને તેને છત્તીસગઢ સ્થિત તેના ઘરે મૂકી આવ્યા હતા. આરોપીઓએ છરી બતાવી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે પરિવાર પાસે પહોંચી ગઈ હતી. શનિવારે યુવતીએ ઈન્દોર આવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

error: Content is protected !!