આર્મી મેનને જોતા જ પરિણીત યુવતી થઈ ગઈ ફિદા, પ્રેમમાં ભાન ભૂલીને પતિને પણ આપી દીધા છૂટાછેડા પણ…

એક અજીબોગરીબ મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંયા એક પરિણીત મહિલાના અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. આ મહિલાને સેનાનાં જવાન સાથે પ્રેમ થઈ ગયો. આ પછી મહિલાએ તેના પતિને છૂટાછેડા આપી દીધા અને સેનાના એક જવાન સાથે લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે આર્મી સૈનિકના પણ અગાઉ લગ્ન થયા હતા, પરંતુ તેમ છતાં તેણે ફરીથી લગ્ન કર્યા અને એક પુત્રીનો પિતા બન્યો. લગ્નના એક વર્ષ બાદ હવે સેનાના જવાને બીજી પત્નીને પોતાની સાથે રાખવાની ના પાડી દીધી છે.

આ સમગ્ર મામલો છાપરાના તરૈયા પોલીસ સ્ટેશનના ડુમરી છાપિયા ગામનો છે. ડુમરી છપિયાંના રહેવાસી સુનીલ પ્રસાદ મહતો સેનાના સૈનિક છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગંગાઘાટ પોલીસ સ્ટેશનના શુક્લગંજ ગામની રહેવાસી ઐશ્વર્યા મિશ્રાએ દાવો કર્યો છે કે સુનીલ પ્રસાદ મહતો તેના પતિ છે. ઐશ્વર્યા સોમવારે તરૈયા પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની આપવિતી પોલીસને જણાવી.

ઐશ્વર્યાએ જણાવ્યું કે સુનીલ સાથે તેની પહેલી મુલાકાત કાનપુરની આર્મી કેન્ટીનમાં થઈ હતી. બંનેને ત્યાં ઓળખણ થઈ, પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને વાતચીત પ્રેમમાં ફેરવાઈ, જ્યારે પ્રેમ વધ્યો, બંનેએ 16 ફેબ્રુઆરી 2019ના રોજ કાનપુરના એક મંદિરમાં લગ્ન કર્યા.

ઐશ્વર્યા પહેલાથી જ પરિણીત હતી, તેથી તેણે તેના પહેલા પતિને છૂટાછેડા આપી દીધા. ઐશ્વર્યાનો પહેલો પતિ ખાનગી નોકરી કરતો હતો. છૂટાછેડા પછી, બંને પતિ-પત્ની (સુનીલ અને ઐશ્વર્યા) તરીકે રહેવા લાગ્યા. ઐશ્વર્યાનું ઘર પણ કાનપુરમાં હતું અને આર્મી બેઝ પણ ત્યાં હતું, તેથી બંનેને વેકેશનમાં મળવાનું અને સાથે રહેવાનું થતું હતું. આ દરમિયાન ઐશ્વર્યાએ એક પુત્રીને જન્મ આપ્યો, જે હાલમાં 2 વર્ષની છે.

દરમિયાન, સુનીલ 7 મેના રોજ ઐશ્વર્યાના ઘરે શુક્લગંજ આવ્યો, ત્યારબાદ 24મી મેના રોજ તે તેના ગામ ડુમરી છપિયા આવ્યો. અહીંથી 12 જૂને ફરી શુક્લગંજ ગયો અને ઐશ્વર્યાને કહ્યું કે જો, હું પહેલેથી જ પરિણીત છું, મારી પત્ની છે, તું મારી પુત્રીને આપી દે, હવે તેની માતા મારી પ્રથમ પત્ની માલા બનશે અને તું બીજા લગ્ન કરી લે.

જ્યારે ઐશ્વર્યા આ માટે સંમત ન હતી, ત્યારે સુનીલ 13 જૂને ઐશ્વર્યાને ચંડીગઢ પ્લેટફોર્મ પર છોડીને ભાગી ગયો હતો. આ પછી ઐશ્વર્યા 15 જુલાઈના રોજ ડુમરી છપિયાં પહોંચી હતી, જ્યાં તેને ઘરમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી. હવે તે પોલીસ સમક્ષ આજીજી કરી રહી છે. ઐશ્વર્યાએ જણાવ્યું કે સુનીલના પરિવારના સભ્યો તેના શરીર પર ગરમ પાણી અને ક્યારેક ઠંડુ પાણી નાખીને તેને પરેશાન કરી રહ્યા છે અને મારપીટ કરી રહ્યા છે.

સુનીલ મહતોની પહેલી પત્ની માલા મહતોએ જણાવ્યું કે તેના લગ્ન 28 નવેમ્બર, 2013ના રોજ થયા હતા, ત્યારથી તે સતત તેના પતિ સાથે રહેતી હતી, તેને 4 વર્ષની પુત્રી છે, તે લગભગ દોઢ વર્ષથી તેનાં સાસુ-સસરા સાથે રહે છે. ઐશ્વર્યાનાં કારણે વર્ષ 2018માં તેનાં અને તેના પતિની વચ્ચે વિવાદ ઉત્પન્ન થયો હતો.

માલાએ કહ્યું કે ઐશ્વર્યા પહેલા પણ મારા પતિને બ્લેકમેલ કરતી હતી અને હવે મારા જ ઘરમાં આવીને મારા પતિને તેનો પતિ હોવાનો દાવો કરી રહી છે, અમારા લોકોની સાથે મારપીટ કરી રહી છે. મારી સાથે મારપીટ કરીને મને ઘાયલ કરી છે, જે સંબંધિત એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

error: Content is protected !!