ગુજ્જુ બોય ચેતન સાકરિયાને લેવા માટે પડા પડી, આ ટીમે માર્યું મેદાન, ખરીદ્યો અધધધ કિમતે

આજકાલ ભાવનગરનો ફાસ્ટ બોલર ચેતન સાકરિયા ચર્ચામાં છે. આઈપીએલ 14ની પહેલી મેચમાં જ ત્રણ વિકેટ ઝડપી ચેતન સાકરિયાએ દમદાર પ્રદર્શનથી બધાના દીલી જીતી લીધા હતા. ભાવનગર પાસેના વરતેજ ગામમાં ગરીબ ઘરમાં જન્મેલા ચેતન સાકરિયાની જિંદગી ખૂબ સંઘર્ષથી ભરેલી છે. ચેતનના પિતા એક ટેમ્પો ચાલક હતા. જે કોરોનામાં દુનિયા છોડીને જતાં રહ્યા હતા. ત્યાર પછી પણ ચેતને હિંમત રાખીને ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું.

આઈપીએલ મેગા ઓક્શનમાં10 ટીમો ભાગ લીધો છે. 590 ખેલાડી ઓક્શનમાં સામેલ હતા અને બેંગલુરુમાં યોજાનાર આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકી છે. ઓક્શનમાં સોથી પહેલા 10 મોટા ખેલાડીઓ પર બોલી લગાવી હતી અને ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગી અને કરોડોમાં ખેલાડીઓ ખરીદવામાં આવ્યા. આ સાથે આ ઓક્શમાં આ વખતે આઈપીએલમાં 33 ખેલાડીને 343.7 કરોડ રૂપિયામાં ટીમો પહેલાથી રિટેન કરી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે આઈપીએલ ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. ચેતન સાકરિયાને આઈપીએલ 14ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો હતો. અને હવે તેને આ વખતે દિલ્હી કેપિટલ્સ દ્વારા રૂ. 4.2 કરોડમાં ખરીદી લેવામાં આવ્યો છે. ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ રૂ. 50 લાખ હતી.

ત્યારે ચેતન સાકરીયાનું ભાગ્ય ખરેખર તેની સાથે છે. જીવનમાં પહેલી મેચમાં તેને 1.2 કરોડોમાં ખરીદવામાં આવ્યો ત્યારે આ વખતે તેને ચારગણી કિંમતમાં ખરીદબામાં આવ્યો છે. ત્યારે ચેતનના જીવનની આ એક નવી સિદ્ધિ કહેવાય. તો ચાલો નજર કરીએ ચેતનમાં જીવન પર…

પિતા ટેમ્પો ચલાવતા હતા
ભાવનગરના મૂળ વરતેજના રહેવાસી અને કાનજીભાઇના પુત્ર ચેતન સાકરિયાને 12 વર્ષની ઉંમરથી ક્રિકેટમાં રસ હતો. ડાબોડી ઝડપી બોલર સાકરીયા સૌરાષ્ટ્રથી આવે છે. ચેતન સાકરિયા આર્થિક રીતે બહુ નબળા બેકગ્રાઉન્ડમાંથી આગળ આવ્યો છે. પાંચ વર્ષ પહેલાં તેના ઘરમાં ટીવી પણ નહોતું અને તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે પહેરવા માટે બૂટ પણ નહોતાં.

તે પોતાના મામાના ઘરે કામ કરતો હતો અને બાકીના ટાઇમમાં ક્રિકેટ રમતો હતો. માર ખાઈને પણ ક્રિકેટ રમવા જતા ચેતનનું વચ્ચે ક્રિકેટ છૂટી જતા તેના મામા તેના માટે ભગવાન બન્યા અને પાર્ટ ટાઈમ કામ આપીને ક્રિકેટમાં પણ આગળ વધાર્યો. સામાન્ય ઘરમાંથી આવતા ચેતનને ભાવનગરની ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા ફી પણ માફ કરી દેવામાં આવી હતી.

ભાઈના મૃત્યુનાં સમાચાર પરિવારે મોડા આપ્યા
તમને જાણીને આંચકો લાગશે પણ આઈપીએલ 14નો કૉન્ટ્રાક્ટ મળ્યો તેના બે મહિના પહેલાં જ ચેતનના નાનાભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે એ વખતે ચેતન સાકરિયા સૈયદ મુશ્તાક અલી ટૉફીમાં રમતો હોવાથી પરિવાર 10 દિવસ સુધી આ સમાચાર તેનાથી છુપાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે હાલમાં એક પોસ્ટ કરી ચેતન સાકરિયાની જિંદગીનું આ રહસ્ય ખોલ્યું હતું.

કોણ છે ચેતન સાકરિયા
ભાવનગર જિલ્લાના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. આખરે તે નેશનલ ટીમમાં પણ સિલેકટ થયો હતો અને શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમનો સભ્ય બન્યો હતો.

બોલરોનો દબદબો
IPL 2022 સીઝન પહેલા બેંગલુરુમાં 12 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ ખેલાડીઓની હરાજી શરૂ થઈ હતી. બે દિવસીય હરાજીના પહેલા દિવસે 10 ખેલાડીઓએ 10 કરોડ કે તેથી વધુની કમાણી કરી હતી. તેમાં દીપક ચાહર, હર્ષલ પટેલ અને ઈશાન કિશન છે.

ચહરને તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ પૈસા મળશે, જ્યારે ઈશાન કિશને કિંમતના મામલે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. હર્ષલ પટેલ RCBના રેગ્યુલર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ કરતા મોંઘો સાબિત થયો.

સાકરિયા ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ સાથે મેદાનમાં ઉતર્યો હતો અને 14 મેચમાં 14 વિકેટ સાથે સિઝન પૂરી કરી હતી. તે પછી ગયા વર્ષે જુલાઈમાં તેણે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ખરેખર ભાવનગરન ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના સંઘર્ષની કહાની ગુજરાતનાં અનેક યુવાનોને પ્રેરણા આપે એવી છે.

error: Content is protected !!