બેંકમાં ચોકીદારે માસ્ક પહેરવાનું કહ્યું ને કરોડપતિ ખાતેદારનો છટક્યો મગજ, ચપટીમાં ખાલી કર્યું એકાઉન્ટ

દુનિયામાં જુદી જુદી વૃત્તિના લોકો હોય છે. હા, કેટલાક લોકો એવા હોય છે જેમની સ્ટોરી સાંભળીને લોકો હતપ્રભ થઈ જાય છે. આવી જ એક વ્યક્તિ ચીનની છે. કોણ કહેશે કે તે કરોડપતિ છે, પરંતુ તેણે આવું કંઈક કર્યું છે. જે પોતાનામાં જ એક વિચિત્ર કિસ્સો બની ગયો છે. જણાવી દઈએ કે તાજેતરમાં ચીનથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તમે તસવીરોમાં એ પણ જોઈ શકો છો કે કેટલાક લોકો જમીન પર બેસીને પૈસા ગણી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તમને આનું કારણ ખબર પડશે, તો તમે પણ તમારું હસવાનું રોકી શકશો નહીં, તો ચાલો આખો મામલો વિગતવાર જાણીએ… ચીનનાં એક અબજપતિએ ગુસ્સામાં પોતાની બેંકનાં ખાતામાંથી બધા જ પૈસા ઉપાડી લીધા અને બેંક કર્મચારીઓને તેને હાથેથી ગણીને બેગમાં ભરવા માટે કહ્યુ. તેની પાછળનું કારણ પણ બહુ જ વિચિત્ર હતુ.

સોશિયલ મીડિયા પર સનવેર તરીકે ઓળખાતા અબજોપતિએ ગુસ્સામાં તેના બેંક ખાતામાંથી તમામ પૈસા ઉપાડી લીધા અને કર્મચારીઓને તેને હાથથી ગણીને બેગમાં ભરવા કહ્યું. તો, હવે આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જેને બેંકના જ સ્ટાફે પોસ્ટ કરી હતી. સનવેર નામના વ્યક્તિએ તેના ખાતામાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધા હતા. જણાવી દઈએ કે વ્યક્તિનું ખાતું બેંક ઓફ શાંઘાઈમાં હતું. વાસ્તવમાં, જ્યારે સનવેર કોઈ કામ માટે બેંક ગયો તો ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તેને માસ્ક પહેરવાનું કહ્યું અને તેનાથી ચિડાઈને તેણે બેંકમાંથી પોતાની બધી બચત ઉપાડી લીધી.

એક-એક નોટને હાથથી ગણીને બેગમાં ભરવામાં આવી
જણાવી દઈએ કે વ્યક્તિએ માત્ર એટલી રોકડ જ નથી ઉપાડી, પણ હાથથી બધી નોટો ગણીને બેગમાં રાખવાનું કહ્યું. આ પછી બેંકના ઘણા કર્મચારીઓ જમીન પર બેસીને નોટો ગણતા જોવા મળ્યા હતા. આટલી બધી નોટો ગણવામાં ઘણો સમય લાગશે. પરંતુ વ્યક્તિનું કહેવું છે કે તે દરરોજ બેંકમાં આવશે અને આ બધી નોટો હાથથી ગણીને બેગમાં ભરાશે તે બાદ જ લઈને જશે.

તો, આ મામલાને લઈને બેંકનું કહેવું છે કે માત્ર માસ્ક પહેરવાને કારણે આવું થયું છે. આ સિવાય તે વ્યક્તિનું કહેવું છે કે આ ઘટનાને માસ્ક સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે બેંકના કર્મચારીઓનું વલણ ખૂબ જ ખરાબ છે. આ કારણોસર, તેમને પાઠ ભણાવવા માટે, વ્યક્તિએ તમામ પૈસા ઉપાડી લીધા.

અંતમાં, તમને જણાવી દઈએ કે વ્યક્તિ કહે છે કે જ્યાં સુધી કર્મચારીઓ હાથથી ગણીને તમામ રોકડ નહીં આપે ત્યાં સુધી તે નોટ નહીં લે. તેમજ અહીંથી પૈસા ઉપાડીને તે રોકડ અન્ય બેંકમાં જમા કરાવશે. તો, આ ઘટનાની તસવીરો ચીની મીડિયા વીબો પર શેર કરવામાં આવી હતી. અત્યાર સુધી લાખો લોકોએ આ પોસ્ટ જોઈ છે.

error: Content is protected !!