અમદાવાદનો પરિવાર દ્વારકાધીશનાં દર્શન કરવા નીકળ્યો અને ચોટીલા નજીક બસ પલટી ખાઇ ગઇ, 16 લોકો હતા સવાર

ચોટીલાઃ અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં ગોવીદવાડી પાસે આવેલ લેકવી સોસાયટીમાં રહેતા અનાજના વેપારી વૈષ્ણવ વણીક જીતેન્દ્રભાઇ માણેકલાલા શાહ કોરોના પછી પરિવારજનો સાથે શુક્રવાર ના રાત્રે 8.30 કલાકે દ્વારકાધીશ ના દર્શન માટે ખાનગી મીની બસમાં નિકળેલ હતા. જેઓની સાથે અમદાવાદમાંજ રહેતા દિકરી, જમાઇ, વેવાઇ અને બહેનોના પરિવાર મળી 16 લોકો હતા.આ બધા આનંદ મંગળ સાથે ઠાકોરજીના ગુણગાન ગાતા જઇ રહ્યા હતા.

તે દરમિયાન રાત્રીના એકાદ કલાકના અરસામાં ચોટીલા પસાર કરી છ કિ.મી રાજકોટ તરફ પહોચ્યા તે અરસામાં રોડ વચ્ચે અજાણ્યો વ્યકિત રસ્તામાં આડો ઉતર્યો હતો. આથી ડ્રાઇવરે બ્રેક મારતા બસ પલ્ટી ખાઇ જતા દેકારો મચી ગયો હતો. આ અકસ્માતની જાણ થતા નજીકના લોકો અને કેટલાક વાહાન ચાલકો થોભી જઇ અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા.પરંતુ મીની બસ પલ્ટી ખાધેલ હાલતમાં હોવાથી અંદર કેટલા લોકો છે તેનો અંદાજ લગાવી શકાય તેમ ન હતો.

અડધો પોણો કલાકની જહેમત બાદ આગળ પાછળના કાચ તોડી ઈજાગ્રસ્તો ને બહાર કાઢવામાં આવેલ જેઓને ચોટીલા, થાનગઢ, વાકાનેર, કુવાડવાની 108 મારફત ચોટીલા સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માતમાં 12 જેટલી વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પોહચી હતી. જેમા અજાણ્યા ઇસમ સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેમા અમદાવાદના રહીશ ઉષાબેન ઈન્દ્રવદન દોશી, સાજનભાઇ ભરતભાઇ શાહ, અંકિતાબેન દર્શનભાઇ શાહ, રંજનબેન જે.શાહ, રાહીલભાઇ તુષારભાઇ દોશી, શલોની સંકેતકુમાર દોશી, જીતેન્દ્ર કુમાર માણેકલાલ દોશી, દર્શનભાઇ જીતેન્દ્રભાઈ શાહ, સંકેતભાઇ ઇન્દ્રવદન દોશી, વૃજ દર્શનકુમાર શાહ, મુળ વિરમગામ ના વતની બસચાલક જયેશભાઇ પરમાર નો સમાવેશ થાય છે.

બસ 60ની સ્પીડે હતી એક વ્યક્તિ વચ્ચે આવતા તેને બચાવા જતાં ઘટના બની
અમે બધા જાગતા હતા કોરોનાને કારણે 16 જણા હોવા છતા મીની બસ બાંધી બગોદરા ચા પાણી પીધા અને પ્રવાસ આગળ ધપાવ્યો ચોટીલાથી થોડા આગળ પહોંચતા એક કાળા કલરના કપડા પહેરેલ વ્યક્તિ રોડ ઉપર આડો ઉતર્યો ડ્રાઇવરે બ્રેક મારી તો સામો દોડ્યો અને તેની સાથે અથડાઇ બસ પલ્ટી ખાઇ ગઇ અને ડાબી તરફ બેઠેલા બધા લોકો ઉપર જમણી સાઇડ વાળા બધા જોરદાર અથડાયા ઓછી સ્પીડને કારણે બચી ગયા ત્રણ જેટલા લોકો ને ગંભીર ઈજાઓ છે અન્યોને મુઢ માર વધુ છે. > સંકેતભાઇ, (ઇજાગ્રસ્ત)

error: Content is protected !!