નવ પરણિત કાકી અને ભત્રીજા વચ્ચું શરૂ થયું ઈલુ-ઈલુ, મોકો મળતાં જ કાકીને ભાગાડી ગયો ભત્રીજો

ભરતપુર: રાજસ્થાનના ભરતપુરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ભત્રીજાને તેની કાકી સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. ત્યારબાદ તક જોઈને બંને ઘરેથી ભાગી ગયા હતા. જે બાદ દુખી કાકાએ તેના ભત્રીજા વિરુદ્ધ તેની પત્નીને ભગાડી જવાની ફરિયાદ દાખલ કરી હતી. જેમના માટે બંનેના પરિવારનાં લોકોએ શોધખોળ શરૂ કરી છે. એએસઆઈ રામવીર સિંહે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બંનેને શોધી કાઢવામાં આવશે.

ભત્રીજો કાકીને ભગાડી ગયો
આ મામલો મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં બે વર્ષ પહેલા કિશનપુર કોલોનીમાં એક યુવકના લગ્ન થયા હતા. પરંતુ તેની 19 વર્ષની પત્ની અને તેના 24 વર્ષીય ભત્રીજા વચ્ચે પ્રણય ફાગ શરૂ થયો હતો. ગત 16 ઓક્ટોબરની રાત્રે કાકી અને ભત્રીજો ઘરેથી ભાગી ગયા હતા. જેમના માટે બંનેના પરિવારનાં લોકોએ શોધખોળ શરૂ કરી છે.

ભત્રીજો નવી કાકીનાં પ્રેમમાં પડ્યો
કાકાએ જણાવ્યું કે 16 ઓક્ટોબરની રાત્રે તેની પત્ની અને ભત્રીજો બંને ઘરમાંથી ભાગી ગયા હતા. જેમની શોધ ચાલી રહી છે, બંને સામે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે. કાકાએ જણાવ્યું કે બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યુ હતુ. બંનેને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સમજવા તૈયાર ન હતા અને પછી તક જોઈને બંને ભાગી ગયા હતા.

દાદીએ પૌત્ર સામે ફરિયાદ નોંધાવી
આ બાબતે, પોલીસનું કહેવું છે કે કમલા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રવધૂને તેનો પૌત્ર ભગાડી ગયો છે. બંનેની બધી જગ્યાએ શોધખોળ કરી પણ ક્યાંય કશું મળ્યું નહીં. મથુરા ગેટ પોલીસ સ્ટેશનના એએસઆઈ રામવીર સિંહે જણાવ્યું કે ફરિયાદ નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં બંનેને શોધી કાઢવામાં આવશે.

error: Content is protected !!