વાહ…! એક પરિવારે ગૌશાળામાં ગાયો માટે છપ્પન ભોગ ધર્યો, કાજૂ-બદામ અને ફ્રૂટથી લઈને મિઠાઈઓનો પણ સમાવેશ

એક આંખને ઠંડક મળે એવા ખૂબજ સરસ સમાચાર સામે આવ્યા છે.દિલીપ કુમારના પરિવાર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણે કોઈ લગ્ન હોય, પણ ચોંકી ન જતા આ નજારો એક ગૌશાળાનો હતો. જયા લગ્ન સ્થળ જેવી સજાવટ અને 56 પ્રકારના સ્ટોલ, કાજુ-બદામથી લઈને તમામ પ્રકારના માવા અને મીઠાઈઓ. ગાયો માટે એક ખાસ મેનુ તૈયાર કરીને 560 કિલો છપ્પન ભોગ લગાવવામાં આવ્યો હતો.

રવિવારે ગાયો માટે ખાસ મેનુ તૈયાર કરીને 560 કિલો છપ્પન ભોગ લગાવવામાં આવ્યો હતો. પરપ્રાંતીય પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગૌરના ડાબરી ગામમાં આવેલી સંત શ્રી મુક્તિરામ ગૌશાળામાં રવિવારે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

કોલકાતાથી આવેલા દિલીપ કુમાર રાજગઢિયાના પરિવાર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયો માટે મોટી સંખ્યામાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાકભાજી, ફળો, બદામ અને મીઠાઈઓથી વિવિધ વાનગીઓ શણગારવામાં આવી હતી.

ભગવાન કૃષ્ણની પૂજા
પ્રવાસી દિલીપકુમાર રાજગઢિયાના પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છપ્પન ભોગમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી, કાજુ, બદામ, કિસમિસ, સૂકા ફળો, મીઠાઈઓ, નાસ્તા અને અન્ય ખાદ્ય ચીજોનો સમાવેશ થાય છે.

આખા પરિવારે શાકભાજી અને ફળોનો છપ્પન ભોગ અર્પણ કરીને આદરપૂર્વક ગાયોની સેવા કરી. સમગ્ર પરિવારે પણ આ ગાય સેવા દ્વારા ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી.

પરિવારની ઈચ્છા હતી તેથી આ કાર્યક્રમનું આયોજન કરાયુ
કોલકાતાના રહેવાસી દિલીપ કુમાર રાજગઢિયાએ જણાવ્યું કે સંત શ્રી મુક્તિરામ ગૌશાળા સાથે તેમનો જૂનો સંબંધ છે. તેમને કહ્યું કે ઘણા સમયથી તેમને ગાય માતા માટે છપ્પન ભોગ કરવાની ઈચ્છા હતી.

આથી પરિવારે અહીં પહોંચીને છપ્પન ભોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં માતા ગાયની સેવા કરીને અને તેને પોતાના હાથે ખવડાવવાથી તે અને આખો પરિવાર ખુશ છે.

error: Content is protected !!