દહેજમાં મળેલો ચેક બાઉન્સ થયો તો આસિસ્ટન્ટ પ્રોફેસરે પત્નીને આપ્યુ ધ્રુજાવી દેતું મોત

દેશની રાજધાની દિલ્હીનાં બુરારીમાં એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. બુરારીના સંત નગરમાં રહેતા એક આસિસ્ટન્ટ પ્રોફેસરે પોતાના ભાઈ સાથે મળીને દહેજ માટે પત્નીની હત્યા કરી નાખી. DCP ઉત્તર દિલ્હી સાગર પ્રીત કલસીના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરે સાંજે 7 વાગ્યે બુરારી પોલીસ સ્ટેશનમાં તૈનાત હવાલદાર ભીમ પેટ્રોલિંગ ડ્યૂટી પર હતા.

જ્યારે ભીમ રસ્તા પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એક વ્યક્તિ રસ્તાની બાજુમાં ખૂબ જ પરેશાન અને વ્યથિત હાલતમાં બેઠો હતો. કોન્સ્ટેબલ ભીમ તરત જ તે વ્યક્તિ પાસે પહોંચ્યો, તેણે તેનું નામ રાકેશ જણાવ્યુ. જ્યારે ભીમાએ તેને પૂછ્યું કે તે આટલો પરેશાન કેમ છે, તો રાકેશે કહ્યું કે તેણે તેની ભાભી પિંકીની હત્યા કરી છે.

રાકેશની કબૂલાતની ખાતરી કરવા હવાલદાર ભીમ સીધો જ ઘટનાસ્થળે ગયો. આરોપીના ઘરે પહોંચીને ભીમે જોયું કે મહિલાની લાશ પલંગ પર પડી હતી. આ પછી તેણે તેના વરિષ્ઠ અધિકારીઓને આ બાબત વિશે જણાવ્યું, જેના પછી પોલીસે કેસ નોંધ્યો અને આરોપી રાકેશની ધરપકડ કરી.

જ્યારે પોલીસે રાકેશની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે 3 વર્ષ પહેલા ઓટો ચલાવતો હતો અને તે દરમિયાન તેની મુલાકાત દિલ્હી યુનિવર્સિટીની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા વીરેન્દ્ર સાથે થઈ હતી. આસિસ્ટન્ટ પ્રોફેસરે રાકેશને તેના નાના ભાઈ તરીકે માનવા લાગ્યા હતા અને તેને વેગનઆર પણ ખરીદીને આપી હતી, જે તે હાલમાં ચલાવે છે. એટલું જ નહીં, આસિસ્ટન્ટ પ્રોફેસર વિજેન્દ્રએ તેને રહેવા માટે જગ્યા પણ આપી હતી.

રાકેશે પોલીસને જણાવ્યું કે આ હત્યાનું કાવતરું 15 દિવસ પહેલા ઘડવામાં આવ્યું હતું, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વીરેન્દ્રએ અને તેના ભત્રીજા ગોવિંદ અને રાકેશ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું.

રાકેશે એ પણ જણાવ્યું કે પિંકી અને વીરેન્દ્રના લગ્ન આ વર્ષે 16 ફેબ્રુઆરીએ થયા હતા. પિંકી આવી ત્યારથી જ તે રાકેશને ઘરમાંથી કાઢી મૂકવાની માંગ કરતી હતી, પરંતુ તે સમયે તે બેકાર થઈ ગયો હતો. તેણે પોતાનો પરિવાર પણ શિફ્ટ કરવાનો હતો, જેના કારણે તે પિંકીથી નારાજ રહેવા લાગ્યો હતો. પિંકી તેના પતિ વિરેન્દ્રને તેની વેગનઆર ચલાવવાના બદલામાં મળતા પગાર પણ ન મળવા પર જવાબ માંગતી હતી. જેના કારણે રાકેશનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો હતો.

એક સંસ્કરણ એવું પણ બહાર આવી રહ્યું છે કે પિંકીના પરિવારે આસિસ્ટન્ટ પ્રોફેસરને દહેજ તરીકે રૂ.5 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ આ રકમ તેમના ખાતામાં જમા કરાવવા માટે વીરેન્દ્રએ જ્યારે ચેક બેંકમાં ભર્યો તો તે બાઉન્સ થયો હતો. જેના કારણે તે તેની પત્ની પિંકી પર ગુસ્સે થયો હતો અને તેણે પિંકીના પરિવાર પર પૈસા આપવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી પિંકીથી નારાજ રાકેશ અને પતિ વિરેન્દ્રએ તેમના ભત્રીજા ગોવિંદ સાથે મળીને આ કાવતરું ઘડ્યું અને પછી આ ઘટનાને અંજામ આપ્યો.

error: Content is protected !!