લાડલી બહેનને લગ્નના કપડામાં જોઈને ઈમોશનલ થયો ભાઈ, ન રોકી શક્યો પોતાના આંસુ, જુઓ તસવીરો

ભાઈ-બહેનનો સબંધ ખૂબ મધુર હોય છે. તેઓ હંમેશાં એકબીજાની સંભાળ રાખે છે. તેમની વચ્ચે મજાક અને નાની-મોટી લડાઇઓ થાય છે. પરંતુ જ્યારે મુશ્કેલી આવે છે, ત્યારે બંને એકબીજા સાથે ખભાથી ખભો મીલાવીને ઉભા રહે છે. જો બહેન મોટી હોય તો તે માતાની જેમ ભાઈની સંભાળ રાખે છે. જો ભાઈ મોટો હોય, તો તે પિતાની જેમ તેની નાની બહેનનું ધ્યાન રાખે છે. નાનપણથી જ બંને સાથે મોટા થાય છે. તેમની સાથે ઘણી યાદો જોડાયેલી છે. આવી સ્થિતિમાં જ્યારે બહેનનાં લગ્ન થાય છે અને તે વિદાય લઇને સાસરિયાના ઘરે જાય છે, ત્યારે ભાઈનું હૃદય ભરાઈ જાય છે.

બહેનના વિદાયનો ક્ષણ કોઈ પણ ભાઈ માટે ખૂબ જ મુશ્કેલ ક્ષણ હોય છે. ભલે આ દિવસે ભાઈ કેટલું પણ કંટ્રોલ કરે, પણ તેની આંખોમાંથી આંસુ આવી જાય છે. તે વિશ્વાસ કરી શકતો નથી કે તેની પ્રિય બહેન હવે તેની સાથે રહેશે નહીં. તે દરરોજ સવારે જાગીને તેની બહેનનો ચહેરો જોઈ શકશે નહીં. જ્યારે પણ કોઈ સિક્રેટ શેર કરવું પડે ત્યારે બહેન નજીકમાં નહીં રહે. જીવન પહેલા જેટલું સુખી નહીં રહે. ઘરમાં હંમેશા કમી લાગ્યા કરશે.

જે ઘરમાં બહેનો રહે છે ત્યાં રોનક રહે છે. ત્યાં ખળભળાટ રહે છે. પણ બહેનના લગ્ન પછી ઘર સૂનુ બની જાય છે. બહેનનાં વિદાયનું દુ:ખ લાંબા સમય સુધી ભૂલી શકાય નહીં. આ એકમાત્ર કારણ છે કે બહેનના વિદાય સમયે ભાઈના આંસુ અટકતા નથી. હવે લો આ વીડિયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક ભાઈ તેની બહેનના લગ્નમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં, જોઇ શકાય છે કે દુલ્હને સુંદર મરૂન રંગનો ડ્રેસ પહેર્યો છે. દુલ્હનનો ભાઈ તેની પ્રિય બહેનને ગુલાબ અને સફેદ ફૂલોની ચાદર સાથે મંચ પર લઈ જઈ રહ્યો છે. આ દ્રશ્યો જોઈને ભાઈની આંખોમાં આંસુ આવી જાય છે અને તે રડવા લાગે છે. ભાઈને રડતા જોઈને બહેન પણ ઈમોશનલ થઈ જાય છે. તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે. ભાઈ-બહેનના આ પ્રેમ અને બંધનને જોઈને ત્યાં હાજર લોકોના દિલ પણ ભરાઈ જાય છે.

આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર Prashant_mahour નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. લોકોને વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં બે કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકો તેના પર રસપ્રદ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એક યુઝર્સે લખ્યું કે ‘આ ભાઈ અને બહેનનું શ્રેષ્ઠ બંધન છે.’ પછી બીજા યુઝર્સ લખે છે ‘ભાઈ-બહેનના સંબંધો હંમેશાં હૃદયને સ્પર્શી જાય છે.’ બીજી કમેન્ટ આવે છે ‘ભાઈ-બહેનના સંબંધની વાત કંઈક અલગ છે. આ જ રીતે બીજી ઘણી સારી કમેન્ટ્સ આવવાનું શરૂ થવા લાગે છે.

error: Content is protected !!