બ્રિગેડિયર એલ એસ લિડ્ડરને મુખાગ્નિ આપ્યા બાદ પુત્રીએ કહી એવી વાત કે આંખો ભીની થઈ જશે

કુન્નૂર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. તેમાં બ્રિગેડિયર એલએસ લિડ્ડર પણ સામેલ હતા. આ તમામના અવસાનથી દેશભરમાં શોકનો માહોલ છે. દેશના જવાનોના શહીદી પર દરેક લોકો આંસુ વહાવી રહ્યા છે. તમામ મૃતકોના અંતિમ સંસ્કાર 10 ડિસેમ્બરે થયા હતા. આ પહેલા તમામના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. લોકોએ આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

મારી દરેક વાત માનતા હતા પપ્પા
દરમિયાન, બ્રિગેડિયર એલએસ લિડરની પુત્રી આસના લિડ્ડરે તેના પિતાને ભીની આંખે મુખાગ્નિ આપી. જો કે, તેણે પાછળથી જે શબ્દો કહ્યા તે તેના જુસ્સાને દર્શાવે છે. પુત્રીએ કહ્યું કે “મારા પિતા મારા સૌથી મોટા પ્રેરક હતા. મારી દરેક વાત માનતા હતા. છેલ્લા પાંચ વર્ષથી તે મારી દરેક વાત માની રહ્યા હતા. હવે મને એ બધું યાદ આવે છે. હું થોડા દિવસોમાં 17 વર્ષની થવાની છું. હું મારા પિતાની બધી સારી યાદો મારી સાથે લઈને ચાલીશ. મારા પિતા હીરો હતા.”

મારા પિતા મારા પ્રેરણાસ્ત્રોત હતા, મારા હીરો હતા
પિતાને અગ્નિદાહ આપ્યા બાદ આસનાએ જે રીતે તેના પિતા માટે બે શબ્દો કહ્યા તેના લોકો વખાણ કરી રહ્યા છે. તેણે કહ્યું, “હું ટૂંક સમયમાં 17 વર્ષની થવાની છું. આટલા વર્ષો સુધી હું મારા પિતાની લાડકી દીકરી હતી. મારા પિતા હીરો હતા. તે મારા બેસ્ટ ફ્રેન્ડ પણ હતા. હું તેની સારી યાદોને યાદ રાખીશ. તેમનું અવસાન દેશની ખોટ છે. કદાચ ભવિષ્યમાં કંઈક સારું થશે. મારા પિતા મારી સૌથી મોટી પ્રેરણા હતા.”

પત્નીએ કહ્યું- હસીને વિદાય આપી
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિડ્ડરની પત્ની ગીતિકા લિડ્ડરે હસતાં હસતાં પતિને વિદાય આપી. તેણે કહ્યું કે “તેઓ આ રીતે આવશે એવું વિચાર્યુ ન હતું. આવું ન થવું જોઈતું હતું. જોકે હું એક સૈનિકની પત્ની છું. તેમને હસતા વિદાય આપી હતી. તેઓ હજી ગઈકાલે જ આવવાનાં હતા.”

જીવન ઘણુ લાંબુ છે. હવે જો આ ભગવાનની ઈચ્છા હશે, તો અમે તેની સાથે જીવીશું. તે એક સારા પિતા હતા. મારી દીકરી તેને ખૂબ મિસ કરશે. આ બહુ મોટું નુકસાન છે. આપણે બ્રિગેડિયર લિડ્ડરને શાનદાર વિદાય આપવી જોઈએ.” આ શબ્દ બોલતી વખતે પત્નીના ચહેરાનો દેખાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

જનરલ બિપિન રાવતની દીકરીઓ ભાવુક થઈ ગઈ
બીજી તરફ સીડીએસ જનરલ બિપિન રાવતની બંને પુત્રીઓ કૃતિકા અને તારિણી પણ પિતાના મૃતદેહને જોઈને રડી પડી હતી. તેના માટે પીડા બે ગણી હતી. કારણ કે તેણે પિતાની સાથે તેની માતા મધુલિકા રાવતને ગુમાવી હતી.

error: Content is protected !!