લગ્ન કરી સાસરે જઈ રહી હતી દુલ્હન, રસ્તામાં મળ્યો પ્રેમી, પતિને પડતો મૂકીને પ્રેમી સાથે થઈ ગઈ રફુચક્કર

મધ્યપ્રદેશના સતનામાં એક છોકરીએ સાત ફેરા લીધા હતા. ત્યારબાદ વિદાય બાદ તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ પછી પોલીસે આ મામલે દુલ્હનના ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પછી પોલીસે તેની શોધખોળ કરી, ત્યારબાદ તેને એસડીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવી. જ્યાં તેણે કોર્ટમાં કહ્યું કે, ‘હું પુખ્ત છું, હું મારી મરજીથી ગઈ છું’.

શું હતો સમગ્ર મામલો, તે તમને જણાવીએ. હકીકતમાં યુવતીના લગ્ન યુપીમાં રહેતા બાંદાના યુવક સાથે નક્કી થયા હતા. બંનેના લગ્ન 13 ડિસેમ્બરે થયા હતા, લગ્ન બાદ દુલ્હનને વિદાય આપવામાં આવી હતી.

વરરાજા દુલ્હનને કારમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક યુવક બાઇક પર આવ્યો. તેણે કુહાડી બતાવી કન્યાને કારમાંથી ઉતારી બાઇક પર બેસાડી નાસી ગયો હતો. જ્યાં લગ્ન થયા અને પ્રેમી દુલ્હનને લઈને ભાગી ગયો તે લગ્ન સ્થળથી માત્ર અડધો કિલોમીટર દૂર હતો.

આ પછી, દુલ્હનના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ છોકરી પુખ્ત હોવાને કારણે, સિવિલ લાઇન પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી. 15 ડિસેમ્બરે દુલ્હન તેના પ્રેમી સાથે એસડીએમ કોર્ટમાં હાજર થઈ હતી. જ્યાં તેણે જણાવ્યું કે તે પુખ્ત છે અને પોતાની મરજીથી તેના પ્રેમી સાથે ગઈ છે.

સિવિલ લાઇન સ્ટેશન ઇન્ચાર્જ અર્ચના દ્વિવેદીએ જણાવ્યું કે છોકરીના પિતાની ફરિયાદ પર ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પછી તેણીને રઘુરાજનગર એસડીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેણીએ નિવેદન આપ્યું હતું કે તેણી પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી. યુવતીએ કોર્ટમાં પોતાનું એડલ્ટરી સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું.

error: Content is protected !!