દુલ્હને એક્ટિવા પર વરરાજાને પાછળ બેસાડીને મંડપમાં મારી ઘાસું એન્ટ્રી, જાનૈયા જોતા જ રહી ગયા
તમે વરરાજાને બાઇક અને કારમાં સવાર થઈને સાત ફેરા ફરવા માટે જતા જોયા હશે, પરંતુ નીમચમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં એક કન્યા એક્ટિવા પર સવાર થઈને ઘરેથી મંડપ સુધી પહોંચી હતી. કન્યા વરરાજાને એક્ટિવા પર પાછળ બેસાડ્યા હતા. ત્યાર બાદ બંને એકસાથે મંડપમાં પહોંચ્યાં હતાં.
મધ્યપ્રદેશમાં નીમચના રહેવાસી બાલમુકંદની પુત્રી નીલુ દમામીના લગ્ન ગામ ઢાંકની મનાસાના અર્જુન સાથે થયા છે. આ દરમિયાન લગ્ન માટે કન્યા પોતાના ઘરેથી એક્ટિવા પર સવાર થઈને લગ્ન સ્થળ કલ્યાણેશ્વર મંદિર સિટી રોડ પર પહોંચી હતી.
એક્ટિવા પર સવાર થઈને વરને સ્ટેજ પર લઈ ગઈઃ એક્ટિવા પરથી આવતી કન્યાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ ગેટથી સ્ટેજ તરફ જતી વખતે કન્યાને વર પણ મળી ગયો. બાદમાં વર પણ કન્યાની પાછળ બેસીને બંને સાથે જ મંડપમાં પહોંચ્યાં હતાં.
પરિવાર પણ કન્યાના વિચાર પર સહમત હતોઃ બંને એક્ટિવા પર સવાર થઈને સ્ટેજ પર પહોંચ્યાં, તેમની પાછળ ઢોલ-નગારાં સાથે મિત્રો અને સંબંધીઓ બધા નાચતાં-ગાતાં પહોંચ્યા હતા. જ્યારે કન્યા નીલુએ પરિવારને કહ્યું કે હું એક્ટિવા લઈને સ્ટેજ પર જવા માગું છું, ત્યારે તેનાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ તરત જ સંમત થયાં હતાં.
કંઈક નવું કરવાનો પ્લાન હતોઃ આ અંગે દુલ્હનના ભાઈ રાજેશે જણાવ્યું હતું કે અમારી તૈયારી કંઈ જ નહોતી. અમે સ્મોક એન્ટ્રી કરવાનું વિચાર્યું હતું, પરંતુ એવું બન્યું નહીં. એ પછી અમે વિચાર્યું કે કંઈક નવું કરીએ. પછી બહેને નક્કી કર્યું કે તે એક્ટિવા પર સવાર થઈને એન્ટ્રી કરશે.