પ્રેમિકાના કારણે પ્રેમીના ચાર વખત સંબંધ તૂંટ્યા, પ્રેમિકાના લગ્ન નક્કી થતાં પ્રેમીએ આ રીતે લીધો બદલો

ગાંધીનગરમાંથી બે દિવસ અગાઉ 22 વર્ષીય યુવતીનું અપહરણ થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાએ બીજે લગ્ન કરવાનું નક્કી કરી લેતાં પ્રેમ પ્રકરણના કારણે ચારેક વખત અન્ય યુવતી સાથેના સંબંધો પણ તૂટી જવાથી નાસીપાસ થયેલા પ્રેમીએ તેના ત્રણ મિત્રો સાથે મળીને અપહરણનાં ગુનાને અંજામ આપ્યો હોવાનું લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. (તમામ તસવીરો પ્રત્કાત્મક છે)

આજથી બે દિવસ અગાઉ પેથાપુર પોલીસ મથકની હદમાંથી 22 વર્ષીય યુવતીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ હતી. જેથી રેંજ આઈજી અભય ચુડાસમા અને પોલીસ વડા મયુર ચાવડાએ ઉક્ત ઘટનાને ગંભીરતા લઈને તાકીદે યુવતીની ભાળ મેળવી આરોપીઓને ઝડપી પાડવા માટે કડક સૂચનાઓ આપી હતી.

જે અન્વયે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમે અપહરણનાં ગુનાની તપાસ શરૂ કરી બાતમીદારોને સક્રિય કરી યુવતીનો ભૂતકાળ અને વર્તમાનની વિગતો મેળવવામાં આવી હતી. આ દરમિયાન હ્યુમન સોર્સથી માલુમ પડ્યું હતું કે, યુવતીનું તેના પૂર્વ પ્રેમી અમિત કાળીદાસ ગામેતીએ અપહરણ કરીને હિંમતનગર પૃથ્વીનગર સોસાયટીના મકાનમાં ગોંધી રાખી છે.

માહિતી મળતાં એસીબીની ટીમ તાબડતોબ હિંમતનગર દોડી જઈને યુવતીનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. ત્યારે એસીબીની પૂછતાંછમાં બહાર આવ્યું હતું કે, અમિત કાળીદાસ ગામેતી (જોધપુર, ગામેતી ફળી, વાંકાનેર, ભિલોડા) અને યુવતી વર્ષ 2017માં ભિલોડા કોલેજ ખાતે સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું, પરંતુ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.

આ તરફ બન્નેનાં પ્રેમ પ્રકરણના કારણે અમિત ગામેતીના ચારેક વખત સંબંધો તૂટી ગયા હતા. જેથી નાસીપાસ થયેલા અમિત ગામેતીએ તેના મિત્રો કલ્પેશ ગામેતી, જયેશ ગામેતી અને સંદીપ ગામેતી સાથે મળીને 25મી જાન્યુઆરીએ ઈકો કારમાં યુવતીનું અપહરણ કરી લીધું હતું.

યુવતી અમદાવાદ ચાંદખેડા દવાખાનામાં નોકરી કરતી અને અમિતનાં મામાની અને દીકરીના ઘરની નજીકમાં રહેતી હોવાથી અમિત માટે તેણીનું અપહરણ કરવું આસાન રહ્યું હતું. આમ સમગ્ર પ્રેમ પ્રકરણમાં અપહરણના ગુનાને અંજામ આપનાર પ્રેમી અમિત ગામેતીની ધરપકડ કરી લેવામાં આવી છે.

error: Content is protected !!