પ્રફુલ પટેલનાં દિકરાનાં લગ્નમાં સલમાન સાથે જોવા મળી મિસ્ટીરિયસ ગર્લ, ભાઈજાનની નવી ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા

જયપુરઃ પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે સલમાન શનિવારે જયપુર પહોંચ્યો હતો. સાંજે લગ્નના કાર્યક્રમોમાં સલમાને જોરદાર ડાન્સ પણ કર્યો હતો. તેની સાથે શિલ્પા શેટ્ટી અને અનિલ કપૂર પણ હાજર હતા, પરંતુ સૌથી વધુ ચર્ચા સલ્લુ સાથે આવેલી મિસ્ટીરિયસ ગર્લની થઈ હતી. તે સલમાન સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. તેની સાથે કારમાં બેસીને હોટલ જવા રવાના થઈ. લાલ ડ્રેસમાં આ મહિલા કોઈ મોડલ હોય એવું લાગતુ હતુ.

વાસ્તવમાં, સલમાન સાથે જોવા મળેલી મિસ્ટીરિયસ છોકરી હોલીવુડ અભિનેત્રી ગેરી લોકવુડની પુત્રી સામંથા લોકવુડ છે. તે બોલિવૂડમાં પોતાની નવી ઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

એવું માનવામાં આવે છે કે સલમાન ખાન સામંથાને બોલિવૂડમાં બ્રેક આપવાની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે સામંથા કઈ બોલિવૂડ ફિલ્મથી ડેબ્યુ કરે છે. તો, બોલિવૂડમાં એવી ચર્ચા છે કે સામંથા સલમાન ખાનની નવી ગર્લફ્રેન્ડ છે!

જયપુરની રામબાગ હોટેલમાં સાંજે કોન્સર્ટમાં સામંથા લોકવુડ પણ જોવા મળી હતી. ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ સામંથા લોકવુડ સાથે એક ફોટો શેર કર્યો છે. આ દરમિયાન સલમાન અને સામંથા લોકવૂડ સાથે બોડીગાર્ડ શેરા પણ હાજર હતો.

જણાવી દઈએ કે સામંથાએ હવાઈ ફાઈવ-0, સીએસઆઈ-એનવાય, શૂટ ધ હીરો સહિત 30થી વધુ હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સામંથા હવે સલમાનની મદદથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ માટે સામંથા હિન્દી શીખી રહી છે અને સાથે જ ભારતીય પરંપરા અને ગ્રૂમિંગની તાલીમ પણ લઈ રહી છે.

નોંધનીય છે કે સલમાન ખાનનું નામ અત્યારસુધી સંગીતા બિજલાણી, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ તથા લુલિયા વન્તુર સાથે જોડાઈ ચૂક્યું છે, આમાંથી કેટરીના કૈફ તથા લુલિયા બંને વિદેશી છે. હવે નવી ગર્લફ્રેન્ડ હોવાનું મનાય છે તે પણ વિદેશી છે.

error: Content is protected !!