બે વર્ષના લાડલા દીકરાના જન્મ દિવસે જ પિતા-પુત્રે દુનિયાને કહી દીધુ અલવિદા, પરિવારનું કરુણ આક્રંદ

સાળંગપુર બોટાદ રોડ ઉપર વૃંદાવન હોટલ પાસે બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા 2 વર્ષના પુત્ર અને પિતાનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાળંગપુર બોટાદ રોડ ઉપર વૃંદાવન હોટલ પાસે 4/2/22નાં રોજ બપોરનાં 4.30 કલાકે મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળા (દલવાડી) ઉ.વર્ષ 35 મૂળ ગામ વાસણા તા.ધંધુકા હાલ રહે રણછોડ નગર તુરખા રોડ બોટાદ અને તેમનો પુત્ર વેદાંત ઉ.વર્ષ 2 સાળંગપુર દર્શન કરી પોતાના ઘરે બોટાદ બાઈક ઉપર જઈ રહ્યા હતા.

તે દરમિયાન મહેન્દ્રભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા મહેન્દ્રભાઈ ખાંદળા અને તેમનો 2 વર્ષનાં પુત્ર વેદાંત બંનેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં સમાચાર મળતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે પહોચી મૃતકની ઓળખ કરી બરવાળા પોલીસને જાણ કરતા બરવાળા પોલીસે મૃતકને પી.એમ. માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બરવાળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. એન.જી. રબારી ચલાવી રહ્યા છે.

​​​​​​​પુત્રનો જન્મ દિવસ હોવાથી પિતા પુત્ર સાળંગપુર દર્શન કરવા ગયા હતા. મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ દલવાડીનાં પુત્ર વેદાંતનો આજે જન્મદિવસ હોવાથી પિતા પુત્ર સાળંગપુર દર્શન કરવા ગયા હતા દર્શન કરી પિતા પુત્ર બાઈક ઉપર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં વૃંદાવન હોટલ પાસે બાઈક ઇલેક્ટ્રિક થાંભલા સાથે ભટકાતા પિતા પુત્ર બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

error: Content is protected !!