માત્ર ટી શર્ટ, ટોપ કે શર્ટમાં જ રસ્તા પર જોવા મળી હતી આ અભિનેત્રીઓ, પેન્ટ પહેરવાનું ભૂલી જ ગઈ!

બોલીવૂડની સુંદર અભિનેત્રીઓ અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં બનતી રહે છે. ક્યારેક પોતાના ગ્લેમરસ અંદાજ માટે તો ક્યારેક પોતાના ડ્રેસને લીધે ચર્ચામાં બની રહે છે. ક્યારેક તો એવું પણ બને કે આ અભિનેત્રીઓને પોતાની ડ્રેસ માટે વખાણને બદલે આલોચનાઓનો સામનો કરવો પડે છે. બોલીવૂડની હસીનાઓ પોતાના આઉટફિટ્સને લઇને અનેક પ્રકારના એક્સપેરિમેન્ટ કરતી રહે છે. એવામાં તેઓને લોકો ટ્રોલ પણ કરે છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ આવી જ અભિનેત્રીઓ વિશે જેને પોતાના ડ્રેસને કારણે ખુબ જ ટ્રોલિંગ થવું પડ્યું હતું.

શિલ્પા શેટ્ટી
છેલ્લા કેટલાક સમયથી હાલ વિવાદોમાં ફસાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ એક સમયે શિલ્પા પોતાના દિકરા વિવાન સાથે નજર આવી હતી, આ દરમિયાન તેણીએ પેન્ટ પહેર્યું ન હતું. માત્ર કુર્તામાં જ નજર આવી હતી. એવામાં લોકોએ ખુબ જ ખરી ખોટી સંભળાવી અને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી હતી. લોકોએ કહ્યું હતું કેા શિલ્પા ઝડપમાં ને ઝડપમાં સૂટ નીચે પોતાનું પેન્ટ પહેરવાનું ભૂલ ગઇ.

કરીના કપૂર ખાન
બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. કરીના અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. એક વખત કરીનાએ પોતાના પતિ સૈફ અલી ખાનનો શર્ટ પહેરીને તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે બોલ્ડ નજર આવી રહી હતી. પરંતુ તસવીરોમાં કરીનાએ શર્ટ નીચે કઇ જ નહોચું પહેર્યું. એવામાં લોકોએ તેણીને ખુબ જ ટ્રોલ કરી હતી.

ઉર્વશી રૌતેલા
પોતાની બોલ્ડ તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ ઘણીવાર પોતાના ડ્રેસિંગ સેંસને લઇને ટ્રોલ થઇ ચૂકી છે. થોડા દિવસ પહેલા જ ઉર્વશીએ એક ફોટો શૂટ કરાવ્યું હતું જેમાં તે લીલા રંગના શર્ટ પહેરીને નજર આવી હતી. આ તસવીરોમાં ઉર્વશી ખુબ જ બોલ્ડ અને સુંદર નજર આવી રહી હતી પરંતુ શર્ટ નીચે કંઇ ન પહેરવાને કારણે તેણીને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ઉર્વશીને સોશિયલ મીડિયા પર ખરાબ ખરાબ કોમેન્ટ કરી હતી.

મલાઇકા અરોરા
પોતાની ફિટનેસથી તમામ બોલીવૂડ એક્ટ્રેસને મતા દેનારી અભિનેત્રી મલાઇકા અરોરા પણ પોતાના આઉટફિટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. 47 વર્ષની મલાઇકા એક વખત સફેદ શર્ટમાં બહાર નીકળી પડી હતી. આ દરમિયાન મલાઇકાએ પેન્ટ નીચે કંઇજ પહેર્યું ન હતું. એવામાં તેણીને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી. એટલું જ નહીં લોકોએ તો મલાઇકાના યોગ્ય કપડા પહેરવાની સલાહ પણ આપવાનું શરૂ કરી દીધું હતું.

રકુલ પ્રીત સિંહ
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ થોડા સમય પહેલા જ રકુલ પ્રીત સિંહ માત્ર શર્ટ પહેરીને જ નજર આવી. એવામાં લોકોએ તેણીને ખુબ જ ખરી ખોટી સંભળાવી અને ખુબ જ મજાક પણ ઉડાવ્યો હતો. ઘણા લોકોએ તેણીને કોમેન્ટ કરી કહ્યું કે ઘરેથી નીકળો તો પેન્ટ પહેરીને નિકળ્યા કરો.

જ્હાનવી કપૂર
શ્રીદેવીની દીકરી અને જાણીતી અભિનેત્રી જ્હાનવી કપૂર છેલ્લા કેટલાક સમયથી પોતાની તસવીરોને લઇને ચર્ચાનો વિષય બને છે. જ્હાનવી સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને નવી નવી તસવીરો શેર કરતી રહે છે. એક વખત જ્હાનવી રસ્તા પર પિંક કલરનું લોંગ ટીશર્ટમાં દેખાઇ હતી. શર્ટની નીચે જ્હાનવીએ કંઇજ પહેર્યું ન હતું. એવામાં લોકોએ તેની ખુબ જ મજાક ઉડાવી હતી. તો સોશિયલ મીડિયા પર પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

પ્રિયંકા ચોપડા
બોલીવૂડની સાથે સાથે હોલીવૂડમાં પણ પોતાના નામનો સિક્કો જમાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ ઘણીવાર પોતાના બોલ્ડ લૂકને લઇને ચર્ચામાં રહે છે. પ્રિયંકા અવાર નવાર બોલ્ડ ફોટોશૂટ કરવાતી રહે છે. થોડા દિવસ પહેલા જ પ્રિયંકાએ પેન્ટ વગર જ એક ફોટો શૂટ કરાવ્યું હતું. આ તસવીરોને કારણે તે ખુબ જ ચર્ચામાં રહી હતી.

દીપિકા પાદુકોણ
પોતાની શાનદાર એક્ટિંગ માટે ઓળખાતી અભિનેત્રી દીપિકા પાદુકોણ અવાર નવાર સોશિયલ મીડિયા પર ફ્રેંડ્સની સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણીને સફેદ કલરના ક્રોપ ટોપની સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. આ તસવીરમાં તે ખુબ જ હોટ લાગી રહી હતી. પરંતુ શર્ટની નીચે પેન્ટ પહેર્યું ન હોવાથી દીપિકાને ઇન્ટરનેટ પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

error: Content is protected !!