એક સમયે લોકો પાસ કામ માંગતા હતા પંકજ ત્રિપાઠી, હવે ફિલ્મો માટે લોકોની લાગે છે લાઈનો …

કોઈપણ માણસને સફળતાના શિખર સ્પર્શવા માટે સંઘર્ષ અને મહેનતની ભઠ્ઠીમાં તપવુ પડે છે. ત્યારે જ તે દેશ-દુનિયામાં પોતાનું નામ કરી શકે છે. આજે આ લેખમાં અમે આપને હિન્દી સિનેમાના એક એવા અભિનેતાની વાત કરીશું જેણે અર્શથી ફર્શ સુધીનો સફર પસાર કર્યો છે અને તેની પાછળ રહી છે તેની મહેનત અને કઠોર પરિશ્રમ. તેણે પોતાના જીવનમાં ખરાબ દિવસ પણ જોયા અને આજે તે અભિનેતા હિન્દી સિનેમા પર રાજ કરે છે. આ મશહુર અભિનેતાનું નામ છે પંકજ ત્રિપાઠી. બેશક તમે આ નામથી ખૂબ સારી રીતે પરિચિત હશો.

પંકજ ત્રિપાઠી હિન્દી સિનેમાના એક ઉચ્ચ દરજ્જાના કલાકાર છે. તે અત્યારસુધીમાં બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પંકજ ત્રિપાઠી પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં સાઈડ અને સહાયક રોલમાં જોવા મળે છે પરંતું તેની લોકપ્રિયતા કોઈ મુખ્ય કલાકારથી ઓછી નથી હોતી. તેમના ધીર-ગંભીર પાત્ર અને શ્રેષ્ઠ અભિનયના સૌ કોઈ દિવાના છે. હિન્દી સિનેમામાં પંકજે પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે.

44 વર્ષના પંકજ ત્રિપાઠીનો જન્મ 5 સપ્ટેંબર 1976ના બિહારના બેલસંદમાં થયો હતો. બિહારના એક નાનકડા ગામથી નિકળીને તેમણે સપનાના શહેર મુંબઈમાં ખુદને સ્થાપિત કર્યા અને અહીં રહેતા સિનેમા દિગ્ગજો અને મોટા સ્ટાર્સમાં આજે તેનું નામ પણ પ્રમુખતાથી લેવાય છે. પોતાના ગજબ અભિનય અને સંવાદ શૈલીથી પંકજ ત્રિપાઠીએ દર્શકોને પોતાના મુરીદ બનાવી લીધા.

પંકજ ત્રિપાઠીએ કદાચ જ એવું વિચાર્યું હશે કે તે પણ ક્યારેક હિન્દી સિનેમા અને કરોડો દર્શકોના દિલો પર રાજ કરશે. જો કે આજે તેમની સાથે એવું જ થઈ રહ્યું છે. ક્યારેક મુંબઈના અંધેરીમાં રસ્તા પર ફરી-ફરીને લોકો પાસે કામ માંગતા હતા અને કહેતા હતા કે કોઈ એક્ટિંગ કરાવી લો.. જ્યારે આજે સ્થિતિ એ છે કે પંકજ ત્રિપાઠી પાસે ફિલ્મોની લાઈન લાગી છે. તેમનું કોઈ ફિલ્મમાં હોવું ફિલ્મના સફળ હોવાની ગેરેંટી માનવામા આવે છે.

પંકજ ત્રિપાઠીનો શ્રેષ્ઠતમ અભિનયને આપણે સૌએ ગેંગ્સ ઑફ વાસેપુર, બરેલી કી બર્ફી, લુકાછિપી, ન્યૂટન જેવી કેટલીય ફિલ્મોમાં જોયો છે. જ્યારે વેબસીરીઝમાં મિર્ઝાપુરના કાલીન ભઈયા, સેક્રેડ ગેમ્સના ગુરુજી હોય કે વાસેપુરના સુલ્તાનના પાત્રમાં પંકજ ત્રિપાઠી છવાઈ જાય છે. તે સતત સફળતાની સીઢી ચઢતા ગયા. જો કે તેમણે પોતાના જીવનમાં મુશ્કેલ સમય પણ જોયો. એક સમય તો તેના ઘરનો ખર્ચ તેના પત્ની ઉઠાવતા હતા. પંકચે ખુદ આ વાતનો ખુલાસો પોતાના ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

પંકજ કહી ચૂક્યા છે કે ફિલ્મોમાં પગ માંડ્યા છતાં એક સમયે તેની પાસે પૈસાની અછત હતી. ત્યાંસુધી કે તે પોતાના ઘરનો ખર્ચ પણ નહોતા ઉઠાવી શકતા, પરંતું આ મુશ્કેલ સમયમાં ઘર ખર્ચ તેમના પત્ની મૃદુલા ત્રિપાઠી ઉઠાવતા હતા. પંકજે પોતાના ઈન્ટરવ્યૂમાં કર્યું કે, “ઈમાનદારીથી કહું તો મેં વર્ષ 2004થી 2010ની વચ્ચે કંઈ પણ નથી કમાયું. મારી પત્ની જ ઘરનો બધો ખર્ચ ઉઠાવતી હતી. હું અંધેરીમાં ફરતો હતો અને લોકોને કહેતો હતો કે, કોઈ એક્ટિંગ કરાવી લો મારા પાસે..”

પંકજ ત્રિપાઠી આગળ કહ્યું હતું કે, “તે સમયે તો કોઈપણ તેમની વાત નહોતું સાંભળતું. ના તો કામ આપતા હતા, પરંતું આજે તેમને ફિલ્મો પાર્કિંગ લૉટમાં જ મળી રહી છે. નિર્દેશક પાર્કિંગમાં જ તેમની રાહ જોઈ રહ્યા હોય છે અને પૂછે છે કે, હું તમારા સાથે ફિલ્મ કરવા માંગુ છું”

વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં જ પંકજ ફિલ્મ મિમીમાં જોવા મળ્યા છે. આ ફિલ્મ ગત મહિને રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અભિનેત્રી કિર્તી સેનની સાથે મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં પણ પંકજ ત્રિપાઠીના કામની ખુબ સરાહના થઈ રહી છે. મહત્વનું છે કે આ વર્ષ પંકજ ત્રિપાઠીને બેસ્ટ એક્ટરના રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સમ્માનિત કરાયા છે.

error: Content is protected !!