ફ્રીઝરમાં નગ્ન હાલતમાં મળી 19 વર્ષીય યુવતીની લાશ, 5 મહિના પહેલાં થઈ હતી ગાયબ

વેનેઝુએલામાં લગભગ પાંચ મહિના પહેલા ગુમ થયેલી 19 વર્ષીય યુવતીનો મૃતદેહ ફ્રીઝરમાંથી મળી આવ્યો છે. 19 વર્ષીય એના ગેબ્રિએલા મદીના બ્લેન્કોનો મૃતદેહ 29 જુલાઈના રોજ વેનેઝુએલા રાજ્ય અરાગુઆમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. ખૂબ જ નાની ઉંમરે માતા બની ચૂકેલી આ યુવતી પોતાના ચાર વર્ષના પુત્રને છોડીને ચાલી ગઈ છે. તપાસકર્તાઓ હવે આ હત્યા કેસમાં તેના બોયફ્રેન્ડને શોધી રહ્યા છે. અધિકારીઓનું માનવું છે કે તેને 50 વાર ચાકુ મારવામાં આવ્યા હતા.

એના ગુમ થઈ ત્યારે લોકો એટલા માટે પરેશાન ન હતા કારણકે, તે કથિત રીતે અલગ અલગ શહેરોમાં ફરતી રહેતી હતી અને પોતાના પરિવાર સાથે ક્યારેક જ સંપર્ક રાખતી હતી. તપાસકર્તાઓને એનાનો મૃતદેહ ફ્રીઝરમાં નગ્ન હાલતમાં મળ્યો હતો. તેના હાથ બાંધેલા હતા અને તેનું માથું તેના બંને પગ વચ્ચે હતું. તપાસકર્તાઓને પાછળથી જાણવા મળ્યું કે તેના આખા શરીરમાં અનેક છરાના ઘા હતા.

તેનો પૂર્વ સાથી એના ના પુત્રનો પિતા હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હત્યાનો આરોપી તેનો પતિ છેલ્લા કેટલાક સમયથી એના ગેબ્રીએલાને શોધવાનું નાટક કરી રહ્યો હતો જેથી કોઈને શંકા ન જાય.

સ્થાનિક મીડિયા અનુસાર, 19 વર્ષીય એનાને છેલ્લે ફેબ્રુઆરીમાં તેના પડોશીઓએ જોઈ હતી. એના ઘણીવાર વેનેઝુએલાની રાજધાની કરાકાસની મુસાફરી કરતી હતી, તેથી તેના વતનથી તેની ગેરહાજરી અસામાન્ય માનવામાં આવતી ન હતી.

એનાના સાવકા પિતાએ સ્થાનિક મીડિયાને પણ જણાવ્યું હતું કે તેણી દેશના અલગ ભાગમાં યાત્રા કરી હતી અને તેની સાથે તેનો સંપર્ક ઓછો હતો.

error: Content is protected !!