પ્રેમીએ પરિણીત પ્રેમિકાને બીયર પીવડાવી, રૉડથી મારી અને તેમ છતા ન મરી તો ટ્રક નીચે કચડી આપ્યું ધ્રુજાવી દેતું મોત

ઉત્તરપ્રદેશના બિજનૌર મનપ્રીત હત્યા કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોપી નફીસે મહિલાની નિર્દયતાથી હત્યા કરી છે, જે સાંભળીને જલ્લાદની આત્મા પણ કાંપી ઉઠે. હત્યારો મહિલાનો પ્રેમી હતો, તેણે પહેલા મહિલાને આખી બિયર પીવડાવી, પછી તેના માથા પર લોખંડના સળિયો માર્યો અને તેના છેલ્લા શ્વાસ સુધી ટ્રકની નીચે તેને કચડી નાંખી. હત્યારો નફીસ પોલીસની કસ્ટડીમાં છે અને તેની સામે કોર્ટમાં ચલણ રજૂ કરવામાં આવ્યું છે જ્યાંથી તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આ બાબતનો ખુલાસો કરતા પોલીસ અધિક્ષક ડો.ધરમવીર સિંહે જણાવ્યું હતું કે નેશનલ હાઇવે 74 પર અફઝલગઢના જિકરી વાલા ગામમાંથી મનપ્રીત કૌર તરીકે ઓળખાતી મહિલાનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા તેના પતિથી અલગ રહેતી હતી, તેનો પતિ સુખબીર સિંહ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં રહે છે. પતિ સુખબીરે નફીસ અહમદ સામે કેસ નોંધાવ્યો હતો. જ્યારે પોલીસે નફીસ અહમદની ધરપકડ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને સમગ્ર હત્યાનું રહસ્ય ઉજાગર કર્યું.

તેના કહેવા મુજબ ટ્રક મળી આવી જેમાંથી મહિલાનું આધાર કાર્ડ, મોબાઈલ અને લોખંડનો સળિયો મળી આવ્યો હતો. પોલીસને ટ્રકની ડાબી બારી નીચે અને ટાયરની ઉપર પણ એક લોખંડની પટ્ટી પર લોહીનાં ડાઘ મળ્યા છે જે તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. પોલીસને મનપ્રીતના હાથ પર તેની 8 વર્ષની પુત્રી પરબદીપના નામનું ટેટૂ મળ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા તેની પુત્રી સાથે ખૂબ જ જોડાયેલી હતી, તેથી તેણે તેના હાથ પર તેની પુત્રીનું નામ ટેટૂ કરાવ્યું.

પૂછપરછ દરમિયાન આરોપી નફીસે કહ્યું કે તેનો મનપ્રીત સાથે પ્રેમ સંબંધ હતો અને તે સતત તેની સાથે રહેવાનો આગ્રહ રાખતી હતી. જો તે સાથે ન રહે તો તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. આથી કંટાળીને તેણે તેનાથી છુટકારો મેળવવાનો પ્લાન બનાવ્યો. આરોપી તેને ઘટનાના દિવસે અફઝલગઢ લાવ્યો હતો, પરંતુ મનપ્રીતે અચાનક ફોન પર વાત કર્યા બાદ દસ વાગ્યે કાશીપુર પરત આવવાની જીદ કરવા લાગી હતી.

ત્યારબાદ નફીસ તેને કાશીપુર છોડવાના બહાને એક ટ્રકમાં બેસાડીને લઈ ગયો, બંનેએ અફઝલગઢમાં ભોજન લીધું હતું. ટ્રકની કેબિનમાં નફીસે તેને બિયર પીવડાવી અને પોતે પણ પીધી. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો અને નફીસે મનપ્રીત પર રૉડ વડે હુમલો કર્યો અને તેને લાત મારીને ટ્રકમાંથી નીચે ફેંકી દીધી. હત્યાને માર્ગ અકસ્માત બતાવવા માટે, તેના શરીરને વારંવાર ટ્રકના વ્હીલની નીચે કચડી નાખવામાં આવ્યું હતું.

મનપ્રીતની કપડાની દુકાન હતી. અહીં જ બંને વચ્ચે મુલાકાત અને નંબર એક્સચેન્જ થયા હતા. બાદમાં બંનેએ વાત શરૂ કરી અને એક સંબંધ બંધાયો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મનપ્રીત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તેણે ઘણા વીડિયો અપલોડ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોલોઅર્સ હતા.

error: Content is protected !!