પરિણીત જીજાજીનું તેની જ સાળી પર આવી ગયું દીલ, હોટલમાં રચાવી રહ્યો હતો રસલીલા, ત્યાં જ…
એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલ શિક્ષકે પત્ની અને બે બાળકોને છોડીને સાળી સાથે લગ્ન કરી લીધા. તે પોતાની સાળીને ભાગાડીને લઈ ગયો હતો અને પછી હોટલમાં રાસ રચાવી રહ્યો હતો. દરમિયાન પત્નીએ કરેલ પોલીસ ફરિયાદના આધારે પોલીસે બંનેને હોટલમાંથી રંગેહાથ પકડી લીધા હતા. પોલીસ તે શાળાના શિક્ષકને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.
આરોપી શિક્ષક વિક્રમના પટનાના ભક્તસારા ગામનો રહેવાસી છે. તે પટના શહેરના ગર્દનીબાગની અલકાપુરી મિડલ સ્કૂલમાં પોસ્ટેડ છે. 18 વર્ષ પહેલા શિક્ષક ગૌતમ કુમારના લગ્ન ભદાન ગામમાં રામપ્રવેશ સિંહની પુત્રી પિંકી કુમારી સાથે થયા હતા. લગ્ન બાદ ગૌતમ અને પિંકીને બે બાળકો પણ થયા. પુત્ર નિર્ભય કુમાર 13 વર્ષનો છે અને પુત્રી નંદની 8 વર્ષની છે.
રંગીન મિજાજ શિક્ષકની પત્ની પિંકી કુમારીએ જણાવ્યું કે તેની પિતરાઈ બહેન અંજલિ કુમારી પટનાના અથમલગોલામાં રહે છે. તેના પતિ ગૌતમ કુમારને તેની પિતરાઈ સાળી સાથે પ્રેમ થવા લાગ્યો હતો અને થોડા દિવસો પહેલા તે અંજલિ સાથે ભાગી ગયો હતો. પતિની રાસલીલાથી પરેશાન પિંકીએ તે જ સમયે પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ પતિએ તેને ફોન કરીને કહ્યું કે જો તે ફરિયાદ પાછી નહીં ખેંચે તો તે તેને મારી નાખશે. પરંતુ પત્ની તેની ધમકીઓથી ડરી ન હતી.
પિંકીએ જણાવ્યું કે તે સતત પોલીસ પાસે તેના પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી હતી. પિંકીની સતત ફરિયાદો બાદ પોલીસ એક્શનમાં આવી હતી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો ખબર પડી કે ગૌતમ કોલકાતાની એક હોટલમાં તેની સાળી સાથે રાસ રચાવી રહ્યો હતો. આ પછી પોલીસે દરોડો પાડીને હોટલના રૂમમાંથી ગૌતમ અને તેની સાળીની ધરપકડ કરી હતી.
બંનેને પટના લાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે જ્યારે ગૌતમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તે તેની સાળી સાથે લગ્ન કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં શિક્ષક ગૌતમ કુમારની પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાના આરોપમાં ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.