સ્વરૂપવાન પત્નીનું દીલ આવ્યું સગીર છોકરા પર, પતિએ બોયફ્રેન્ડ સાથે પત્નીના કરાવ્યા લગ્ન

આમ તો બિહારને ઘણી બાબતોમાં પછાત રાજ્ય માનવામાં આવે છે, પરંતુ સંબંધોનું એવું ઉદાહરણ જોવા મળ્યુ હતું. જેણે 1999ની બોલિવૂડ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ની યાદ અપાવી. જણાવી દઈએ કે બિહારના જમુઈમાં પતિ, પત્ની અને વોની એક અદ્ભુત લવ સ્ટોરી સામે આવી છે. બે વર્ષના દામ્પત્ય જીવનમાં કામ દરમિયાન પ્રેમીની એન્ટ્રી થાય છે. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તેણે પત્નીના બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવી દીધા.

ઉલ્લેખનીય છે કે કોઈપણ સંબંધનો આધાર પ્રેમ, સમર્પણ અને બલિદાન હોય છે અને આવું જ કંઈક જમુઈમાં જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતિ વિકાસ તેની પત્ની શિવાનીને તેના પ્રેમી સચિન સાથે લગ્ન કરાવતો જોવા મળી રહ્યો છે.

તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો બેંગ્લોરનો છે પરંતુ તે બિહારના જમુઈ જિલ્લાનો છે. જણાવી દઈએ કે આ મામલાને 1999માં આવેલી બોલિવૂડ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમની વાર્તા સાથે જોડવામાં આવી રહ્યો છે.

જેમાં એક્ટર અજય દેવગન તેની પત્ની ઐશ્વર્યા રાયના લગ્ન તેના બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે કરાવવા માંગતો હતો, જો કે આવું થઈ શક્યું નહીં. તો, માહિતી માટે, જણાવીએ કે પત્નીના પ્રેમી સાથે લગ્ન કરવાનો આ કિસ્સો લગભગ એક અઠવાડિયા પહેલાનો કહેવામાં આવી રહ્યો છે. પરંતુ તેની સત્યતાનો દાવો કરી શકાતો નથી.

ઉલ્લેખનીય વાત એ છે કે, વીડિયોમાં વિકાસ તેની પત્નીને તેની મરજીથી તેના પ્રેમી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. આ સિવાય તે એમ પણ કહી રહ્યો છે કે તેને ફોટો મળ્યા બાદ શિવાનીના પ્રેમ સંબંધની ખબર પડી હતી. આટલું જ નહીં તેના કહેવા પ્રમાણે શિવાનીનું સચિન સાથે લગ્ન પહેલા જ અફેર હતું.

તો, એવું જાણવા મળ્યું છે કે વિકાસ જમુઈ જિલ્લાના સોનો પોલીસ સ્ટેશન વિસ્તારના બલથર ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે અને તેની પત્ની શિવાની કુમારી જમુઈના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના દાનસિંહડીહ ગામની રહેવાસી છે. વિકાસે તેની પ્રથમ પત્નીના અવસાન બાદ બે વર્ષ પહેલા જ શિવાની સાથે લગ્ન કર્યા હતા.

જાણવા મળ્યું છે કે શિવાની સાથે અફેર ચાલતો છોકરો સચિન પણ જમુઇ જિલ્લાના ઝઝહ પોલીસ સ્ટેશન વિસ્તારના કાબર ગામનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન પછી વિકાસ શિવાની સાથે બેંગ્લોરમાં રહેતો હતો અને અહીં તે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. શિવાનીને શોધતો તેનો પ્રેમી સચિન બેંગ્લોર આવ્યો હતો. જે બાદ વિકાસે બંનેના લગ્ન કરાવી દીધા.

error: Content is protected !!